#CHANSAMA : આસામ પોલીસ દ્વારા ચોવીસ કલાકમાં જિગ્નેશ મેવાણી ને છોડવામાં નહીં આવે તો માર્ગો ચક્કાજામ કરવાની ચિમકી..

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ચાણસ્મા દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

પાટણ તા.૨૧
વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક એવા વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની ગતરોજ આસામ પોલીસે રાતો રાત ધરપકડ કરી જે બાબતે ચાણસ્મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાં તમામ હોદ્દેદારો, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ગુરુવારે ચાણસ્મા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના ચાણસ્મા તાલુકાના આગેવાન નરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે જીગ્નેશભાઈ મેવાણી દ્વારા વડાપ્રધાનને જે શાંતિની અપીલ ની ટ્વીટ કરવામા આવી કે જ્યાં જ્યાં કોમી તોફાન થાય છે ત્યાં જઈ ને પ્રધાનમંત્રી શાંતિ ની અપીલ કરે તો અપીલ કરવી કહેવાનું શુ એ ગુનો છે જો અપીલ કરવી કહેવાનું પણ ગુનો બનતો હોય તો એ લોકશાહી માટે ખતરનાક નિશાની છે તેવું કહી શકાય ત્યાર બાદ નરેશ ભાઈ પરમારે જણાવ્યું હતું કે જો જીગ્નેશભાઈ મેવાણી ને આસામ હાજર કર્યા પછી ના ચોવીસ કલાકમાં છોડવામાં નઈ આવે તો રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમનાં સમથૅન માં રેલી, ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.


આ કર્યાક્રમ મા RDAM ચાણસ્મા તાલુકા પ્રમુખ નરેશ ભાઈ પરમાર, પાટણના મનોજભાઈ પરમાર,જયેશ ભાઈ,મનીષભાઈ,પીન્ટુભાઈ, હર્ષદભાઈ,કલ્પેશભાઈ,
પરિમલભાઈ,લાલાભાઈ સહિતના કાયૅકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.