૩૩ પરીક્ષા કેન્દ્રો ૩૦મી એ ઘોરણ- ૬માં પ્રવેશ માટે ‘ જવાહર નવોદય વિધાલય પસંદગી પરીક્ષા યાજાશે

જે ઉમેદવારોએ વર્ષ- ૨૦૨૨-૨૩ માં ઘોરણ- ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન આવેદન પત્ર ભર્યા છે. તેઓએ www.navodaya.gov.in વેબસાઇટ પર જઇ પ્રવેશ પત્ર ડાઉન લોડ કરીને પ્રિન્ટ મેળવવાની રહેશે.
ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાના ૩૩ પરીક્ષા કેન્દ્રો ખાતે તા. ૩૦મી એપ્રિલના રોજ ઘોરણ- ૬માં પ્રવેશ માટે ‘ જવાહર નવોદય વિધાલય પસંદગી પરીક્ષા- ૨૦૨૨’ યોજાશે

ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ ઘોરણ- ૬માં પ્રવેશ માટે ‘ જવાહર નવોદય વિધાલય પસંદગી પરીક્ષા- ૨૦૨૨’ યોજાશે. આ પરીક્ષા ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ૩૩ કેન્દ્રો પર યોજાશે, તેવું દહેગામ તાલુકાના સામેત્રી ગામ ખાતે આવેલી જવાહર નવોદય વિધાલયના આચાર્ય શ્રી પ્રેમારામ બેરાનાએ જણાવ્યું છે.

સામેત્રી ગામમાં આવેલી જવાહર નવોદય વિધાલયના આચાર્ય શ્રી પ્રેમારામ બેરાએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ- ૨૦૨૨-૨૩ માં ઘોરણ- ૬ માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધાલય પસંદગી પરીક્ષા – ૨૦૨૨ નું આયોજન તા. ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણાસ, કલોલ અને ગાંધીનગર તાલુકામાં કુલ- ૩૩ કેન્દ્રો પર યોજાશે.

જે ઉમેદવારોએ વર્ષ- ૨૦૨૨-૨૩ માં ઘોરણ- ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન આવેદન પત્ર ભર્યા છે. તેઓએ www.navodaya.gov.in વેબસાઇટ પર જઇ પ્રવેશ પત્ર ડાઉન લોડ કરીને પ્રિન્ટ મેળવવાની રહેશે. આ પ્રવેશપત્ર પર પરીક્ષા આપનાર વિધાર્થી- વિધાર્થીની જે શાળામાં હાલમાં ઘોરણ- ૫માં અભ્યાસ કરે છે. તે શાળાના આચાર્યશ્રીના સહી – સિક્કા કરાવવા ફરજીયાત રહેશે. જો પ્રવેશ પત્ર પર સંબંધિત આચાર્યશ્રીના સહી સિક્કા નહી કરાવ્યા હોય તો જવાહર નવોદય વિધાલય પસંદગી પરીક્ષા- ૨૦૨૨ માં પ્રવેશ માટે પાત્રતા ઘરાવશે નહિ, જેની ખાસ નોંધ લેવા પણ જણાવ્યું છે.