#PATAN_HNGU : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારતીય શિક્ષણ મંડળની બેઠક મળી..

ભારતીય શિક્ષણ મંડળ ૧૯૬૯ થી પ્રાથમિક થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણ વ્યવસ્થામાં ભારતીય મૂલ્યો પર આધારિત ભારતીય સંસ્કૃતિના મૂળભૂત સિધ્ધાંતો શિક્ષણમાં પ્રસ્થાપિત થાય તથા શિક્ષણમાં ભારત કેન્દ્રિત બને તે માટે અનુસંધાન, પ્રબોધન, પ્રશિક્ષણ પ્રકાશન અને સંગઠન બનાવી તે ધ્યેય પ્રાપ્ત કરવાનું કામ કરે છે. ત્યારે પાટણ યુનિવર્સિટી ખાતે પણ ભારતીય શિક્ષણ મંડળની શરૂઆત થઈ છે.

પાટણ ખાતે અખિલ ભારતીય શિક્ષણ મંડળ ગુરુકુળ પ્રકલ્પના રાષ્ટ્રીય ઊપપ્રમુખ આચાર્ય દિપક કોઈરાલાજીની ઉપસ્થિતિમાં મહિલા વિભાગની બેઠક ગુરુવારે મળી હતી. જેમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના કુલપતિ અને શિક્ષણ મંડળના અખિલ ભારતીય અધિકારી ડૉ. અમીબેન ઉપાધ્યાય, ગુજરાત પ્રાંત મહિલા અધ્યક્ષ ડૉ. આવાબેન શુક્લા અને ડૉ, અવનીબેન આલ ઉપસ્થિત રહી મહિલા વિભાગની ઘોષણા કરી હતી.

જેમાં પાટણ જિલ્લા મહિલા પ્રકલ્પ પ્રમુખ તરીકે ઊર્મિલાબેન સાધુ, સહ પ્રમુખ તરીકે હિનાબેન રાવળ, પાયલબેન બારોટ, વિજયાબેન બારોટ ને જવાબદારી સોંપાઈ તો બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રકલ્પમાં પ્રમુખ તરીકે અલ્પાબેન શાહ, સહ પ્રમુખ તરીકે રંજનબેન ની નિમણૂક કરાઇ હતી.
આ ઉપરાંત ભારતીય શિક્ષણ મંડળમાં પાટણ જિલ્લા શૈક્ષિક પ્રકોષ્ઠ પ્રમુખ માં આર્ટ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલિતભાઈ પટેલની નિમણૂક કરાઇ હતી.
આ બેઠકમાં ભારતીય શિક્ષણ મંડળના સંગઠન મંત્રી વિજયભાઇ ભદોરીયા ઉપરાંત પાટણ જિલ્લાના મંત્રી ડૉ. વિજયભાઇ પ્રજાપતિ ,ડૉ. હરિભાઇ ચૌધરી, ડૉ. અતુલભાઈ, ડૉ. વિપુલભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.