#CHANASMA : તાલુકાના કંબોઈ નજીક સજૉયો ગમખ્વાર અકસ્માત..

અમદાવાદ થી રાધનપુર ના અબીયાણા પોતાના વતન જતાં પરિવાર ની ઈકો ગાડી નું ટાયર ફાટતાં ૩ નાં મોત..

બે સગા ભાઈ અને એક ભાણી નુ મોત નિપજતાં પરિવાર માં શોક છવાયો..

ચાણસ્મા કંબોઈ માર્ગ પર ગુરુવારના રોજ પસાર થઇ રહેલ ઈકો ગાડીનું ટાયર ફાટતા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા પરિવારજનોમાં શોક સાથે સનસનાટી મચી જવા પામી હતી..
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ રાધનપુર તાલુકાના અબિયાણા ગામ ના પરિવારજનો પોતાની ઈકો ગાડીમાં લગ્નની કંકોત્રી આપવા માટે નીકળ્યા હતા ને સગા સંબંધીને ત્યાં કંકોત્રી વિતરણ કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા

ત્યારે ચાણસ્મા કંબોઈ માર્ગ પર ઈકો ગાડીનું ટાયર ફાટતા ગાડી રોડ પર પલટી ખાઈ જતા ગાડીમાં સવાર પરિવારનાં બે સગા ભાઈ અને ભાણીનું કરૂણ મોત નિપજતા પરિવારજનોમા શોક છવાયો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય મૃતકોની લાશને ચાણસ્મા ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.


જ્યારે ઇજાગ્રસ્ત બનેલા અન્ય લોકોને સારવારથી ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં મરણ ગયેલ વ્યક્તિઓ પૈકી
(૧) ભીખાભાઈ મણાભાઈ નાઇ
(૨) સોમાભાઈ મણાભાઈ નાઈ
(૩)ભાણી સિયા નિખિલભાઇ નાઇ હોવાનું જાણવા મળ્યું છે.