#MEHSANA : શાંતિ માટે અપીલ કરવા વડાપ્રધાન ને ટીવીટ કરવું ગુનો હોય તો તે લોકશાહી માટે ની ખતરનાક નિશાની છે : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ..

જિગ્નેશ મેવાણી ને આશામ પોલીસ દ્વારા રાતો રાત કરવામાં આવેલ ધરપકડ નાં પડધા ગુંજ્યા..

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહેસાણા દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક એવા વડગામ ના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની ગતરોજ આસામ પોલીસે રાતો રાત ધરપકડ કરી છે જેના ધેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના તમામ હોદ્દેદારો,સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મહેસાણા જિલ્લા કચેરી એ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સ્થાપક એવા કૌશિકભાઈ પરમારે જણાવ્યું કે જીગ્નેશ ભાઈ મેવાણી દ્વારા વડાપ્રધાન ને જે શાંતિની અપીલ ની ટ્વીટ કરવામા આવી કે જ્યાં જ્યાં કોમી તોફાન થાય છે

ત્યાં જઈ ને પ્રધાનમંત્રી શાંતિ ની અપીલ કરે તો અપીલ કરવી કહેવાનું શુ એ ગુનો છે ? જો અપીલ કરવી કહેવાનું પણ ગુનો બનતો હોય તો એ લોકશાહી માટે ખતરનાક નિશાની છે તેવું કહી શકાય ત્યાર બાદ કૌશિક પરમારે જણાવ્યું હતું કે જો જીગ્નેશભાઈ મેવાણી ને આસામ હાજર કર્યા પછી ના ચોવીસ કલાકમાં છોડવામાં નહી આવે તો રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ના તમામ કાર્યકર્તાઓ બંધારણ ના દાયરામાં રહીને બંધારણીય રીતે કોઈને પણ નુકશાન ના થાય તેવી રીતે રેલી ધરણા તેમજ રસ્તા રોકો આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન ની રહેશે આ આવેદનપત્રના કાર્યક્રમમાં RDAM મહેસાણા જિલ્લા પ્રમુખ રમુજી પરમાર , વિસનગર પ્રમુખ ગીરીશભાઈ પરમાર , વિજયભાઇ રાવત , અરવિંદભાઈ , કડી તાલુકા પ્રમુખ સિદધાર્થ પરમાર, નરેશભાઇ , વડનગર પ્રમુખ શૈલેષભાઈ કરબટીયા , અરવિંદભાઈ , ઊંઝા થી મેહુલભાઇ , ખેરાલુ થી રસિકભાઈ , તેમજ RDAM ના તમામ કાર્યકર્તા હાજર રહ્યા હતા.