#PATAN : ફિલ્ટર પ્લાન્ટ ખાતે નવીન રૂમ અને કંમ્પાઉન્ડ વોલ નાં કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..

પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિત પાલિકા સત્તાધીશો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા.૨૨
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે શુક્રવારના રોજ પાટણ સિધ્ધિ સરોવર ખાતે પાટણ નગર પાલિકાના વોટર વર્કશ શાખા દ્વારા સંચાલિત ફિલ્ટર પ્લાન્ટ પર પંપીંગ રૂમ તથા કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


પાટણ સિદ્ધિ સરોવર નજીક આવેલા નગરપાલિકા સંચાલિત ફિલ્ટર પ્લાન્ટ ખાતે પંપીંગ રૂમ અને કંમ્પાઉન્ડ વોલ નાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા નાં સતાધીશો દ્વારા કરવામાં આવતા વિકાસ કામોની સરાહના કરી વિકાસ કામો સમય મયૉદા માં અને કવોલીટી યુકત પૂર્ણ કરવામાં આવે તે માટે જે-તે વિભાગના અધિકારીઓ સહિત જે વિસ્તારમાં વિકાસ કામો ચાલતાં હોય તેવાં વિસ્તારના કોર્પોરેટર સહિત પાલિકા સત્તાધીશો ને નિરિક્ષણ કરી યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા સંચાલિત સિધ્ધી સરોવર સ્થિત ફીલ્ટર પ્લાન્ટ ખાતે આયોજિત ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ,વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલ સહિતના કોર્પોરેટરો, નગરપાલિકાના અધીકારી ગણ સહિતના કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.