#PATAN : ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરી નિયમિત બેઠક બોલાવવા રજૂઆત કરવામાં આવી..

પંચાયત મંત્રી અને મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરતા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન..

પાટણ તાલુકા પંચાયત કચેરી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા પંચાયત મંત્રી સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ગ્રામપંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરી તેની નિયમિત બેઠક બોલાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
તાલુકા પંચાયત કચેરી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા પત્ર લખી કરાયેલ રજુઆત માં જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૯૨ ની જોગવાઈઓ અન્વયે દરેક ગ્રામપંચાયતોમાં કલમ ૧૨૩ ની જોગવાઈઓ મુજબ તાલુકા પંચાયત કલમ ૧૪૫ અનુસાર જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજીયાત છે

ત્યારે રાજય સરકારે ગ્રામપંચાયત સામાજિક ન્યાય સમિતિની રચના કાર્યો નિયમો ૧૯૯૫ થી બહાર પાડેલા છે પરંતુ ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ની રચના તેમજ બેઠકો ધણી ખરી ગ્રામપંચાયતો માં મળી નથી આ બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી છે. ત્યારે પંચાયત ધારા ની જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે ગ્રામપંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરી નિયમિત બેઠક બોલાવવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.