#PATAN : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સેવા વિભાગ દ્વારા પક્ષીઓ માટે પાણી નાં કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું..

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સેવા વિભાગ દ્વારા શુક્રવારના રોજ ઉનાળાની સિઝનમાં પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું શહેરના બગવાડા દરવાજા ખાતે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.


આ સેવા પ્રવૃત્તિમાં પક્ષીઓ માટે ૨૦૦ પાણી નાં કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો શહેરના જીવદયાપ્રેમી ઓએ લાભ લીધો હતો.
આ સેવા પ્રોજેક્ટ ને સફળ બનાવવા જિલ્લા સેવા પ્રમુખ સુરેશભાઈ, જિલ્લા ઉપાધ્યક્ષ જગદીશ ઠકકર, જિલ્લા સંયોજક સુનિલ પુરોહિત સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.