શું તમને ખ્યાલ છે કેવી રીતે થાય છે ATM અને ફોનની હેકિંગ ? હેકર્સ કેવી રીતે પાસવર્ડની કરે છે ચોરી જાણી લો..

હેકિંગ આજ કાલ કોમન બનતું જાય છે. ફોનના પાસવર્ડથી લઈને એટીએમના પિનને હેક કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. હેકિંગની પદ્ધતિઓને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. આવો જાણીએ કેવી રીતે હેકર્સ લોકોના પાસવર્ડ અને પિન ચોરી કરે છે.

મોબાઈલ સિક્યોરિટી હોય કે સોશિયલ મીડિયા એકાઉન્ટ – પાસવર્ડનો ઉપયોગ તેને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. જો તમારી કેટલીક ભૂલોને કારણે તમારો પાસવર્ડ લીક થઈ જાય તો શું? અથવા તમારા નેચરને જોઇને સામે વાળો તમારો પાસવર્ડ જાણી લે તો…

વર્ષ 2022નો વિક પાસવર્ડનો રિપોર્ટ આવ્યો છે.. આ રિપોર્ટમાં લોકો કઈ રીતે પાસવર્ડ રાખે છે તે અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આવો જાણીએ કે વિક પાસવર્ડ રિપોર્ટ શું કહે છે.

લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી લઈને ઓફિસ મેઈલ સુધી દરેક વસ્તુ માટે પાસવર્ડની જરૂર હોય છે. આવી સ્થિતિમાં કેટલીકવાર આ પાસવર્ડ્સ દર થોડા દિવસે અપડેટ કરવા પડે છે.

જો કે આ એક સારી વાત છે પરંતુ કેટલીકવાર ખરાબ આદત આ પ્રેક્ટિસને પણ બગાડી છે. રિપોર્ટ અનુસાર લોકો તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે માત્ર જૂના પાસવર્ડમાં નાના ફેરફારોનો ઉપયોગ કરે છે. તેમના નવા પાસવર્ડ જૂની પેટર્ન અથવા સામાન્ય બદલીને મુકી દે છે.

રિપોર્ટ શું કહે છે?

સ્વીડિશ પાસવર્ડ મેનેજમેન્ટ અને ઓથેન્ટિકેશન સોલ્યુશન કંપની સ્પેકોપ્સ સોફ્ટવેરના અહેવાલ પ્રમાણે 93 ટકા પાસવર્ડ માત્ર પાસવર્ડ રાખવા માટે જ રાખતા હોય તેવી રીતે સેટ કરાય છે. એટલે કે યુઝર્સ પાસવર્ડનું મહત્વ સમજતા નથી અનેપાસવર્ડ રાખવો ફરજિયાત હોય છે એટલે સેટ કરતા હોયછે.

બ્રુટ ફોર્સ એટેકમાં હેકર્સ યુઝર્સના પાસવર્ડનો અંદાજ લગાવે છે. આમાં, સ્કેમર્સ હેકિંગ સોફ્ટવેરની મદદથી કેટલાક સંયોજનનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓના પાસવર્ડ ક્રેક કરવાનો પ્રયાસ કરે છે. અને જે ઇઝી પાસવર્ડ રાખ્યાં હોય તેને હેકર્સ આસાનીથી ક્રેક કરી નાંખે છે.

સોશિયલ એન્જિનિયરિંગ પણ હેકિંગની એક પદ્ધતિ છે. આ હેકિંગ પદ્ધતિમાં હેકર્સ નકલી સોશિયલ એન્જિનિયરિંગ વેબસાઇટ બનાવે છે, જેમાં વપરાશકર્તા તેના આઇડી આપે છે અને તેમની જાળમાં ફસાઈ જાય છે. આવા અનેક દાખલાઓ આપણે સાંભળ્યા છે.

હેકર્સ સ્પાયવેર અને માલવેર દ્વારા વપરાશકર્તાના આઇડીની ચોરી કરે છે. ડાર્ક વેબ પર લીક થયેલા પાસવર્ડ્સની ઘણી યાદીઓ છે અને સાયબર અપરાધીઓ પણ તેનો હેકિંગ માટે ઉપયોગ કરે છે.

કીલોગર એટેકઃ આ પ્રકારના એટેકમાં સ્પાયવેરની મદદથી હેકર્સ તમારા કીબોર્ડ ટાઈપિંગને ટ્રેક કરીને રેકોર્ડ કરે છે. હેકિંગથી બચવા માટે, તમારે તમારા ફોનમાં વિશ્વસનીય એન્ટિવાયરસ હોવું જોઈએ.

પાસવર્ડ સ્પ્રે એટેક: જ્યારે હેકર અમુક એકાઉન્ટ પર લાખો ચોરાયેલા પાસવર્ડનો ઉપયોગ કરે છે, ત્યારે તેને પાસવર્ડ સ્પ્રે એટેક કહેવામાં આવે છે. આને અવગણવા માટે તમારે નિયમિત સમયાંતરે તમારા પાસવર્ડ્સ બદલતા રહેવું જોઈએ.

શોલ્ડર સર્ફિંગઃ તમે ઘણી વખત લોકોને બીજાના ફોનમાં જોતા જોયા હશે. હેકર્સ પણ ઘણી વખત આ જ રીતે પાસવર્ડ ચોરી લે છે. તે સર્ફિંગ શોલ્ડર. ATM પિનની ચોરીમાં આ પ્રકારની ઘટના બને છે.