#RADHANPUR : પતિ અવસાન બાદ દિયરવટુ કરવા દબાણ કરતા સાસરીયાં સામે ફરિયાદ નોંધાવી

રાધનપુર પોલીસ માં સાસુ-સસરા દિયર, અને મૃતક પતિ સામે ફરિયાદ

રાધનપુરની મહિલાને અમદાવાદ રહેતાં સાસરિયાઓએ દહેજ માંગ કરતા હતા. 2019માં પતિ મોત બાદ સાસુ સસરા અને દિયરેે પરિણીતાને દિયરવટુ કરવાની માંગણી કરતા હતા. આ અંગે પરણિતાએ રાધનપુર પોલીસ મથકે સાસરીયાના દિયર, સાસુ-સસરા અને મૃતક પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુરના વિઠ્ઠલનગર રહેતા મંજુલાબેન શંકરભાઇ સોલંકીના લગ્ન 2007માં અમદાવાદ રહેતા સોલંકી ગિરીશભાઈ અમરતભાઇ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ પછી પરિણીતા પાસે તેના પતિ, સાસુ- સસરા અને દિયર મળી મેણા ટોણા મારી દહેજ પેટે રૂ.1 લાખ માંગણી કરી હતી. પરિણીતાએ સંસાર ના બગડે તે સારૂ રૂ.50 હજાર લઇને અાપ્યા હતા.

ત્યારબાદ નવીન મકાન બનાવવા 3 લાખની માંગણી કરી મારઝૂડ કરી કાઢી મુકી હતી.પરિણીતાએ 3 લાખ આપતા સાસરિયાઓએ અમદાવાદમાં અોરડી બનાવી હતી. 2019માં સોલંકી ગિરીશભાઈ અવસાન થયું હતુ. ત્યારબાદ પરિણીતાને સાસરીયાના સભ્યો દ્વારા દિયરવટુ કરવા દબાણ કરતા હતા અને દિયર ભાભીની રૂમમાં જઇને તેઑ ની સાથે બિભત્સ વર્તન કરી ખરાબ વિડીયો બતાવવા અને અડપલા કરતા હતા.

અા બાબતે પરિણીતા ના પાડતા તેની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દિયરવટુ વાળી લેવા બાબતે હેરાન કરતા પિયર આવી હતી. સમગ્ર ઘટના જાણ પિયરમાં કરી હતી. આ અંગે પરણિતાએ રાધનપુર પોલીસ મથકે દિયર સોલંકી રંજનીભાઇ અમરતભાઇ, સસરા અમરતભાઇ નાથાભાઇ સોલંકી, સાસુ સમુબેન અમરતભાઇ સોલંકી અને મૃતક પતિ સોલંકી ગિરીશભાઈ અમરતભાઇ રહે. તમામ અમદાવાદ સામે ફરિયાદ નોંધાવી હતી.