LRD ઉમેદવારોની 20% વેઇટિંગ લિસ્ટ સહિતની માગ ગુજરાત સરકારે સહર્ષ સ્વીકારી, આ પહેલા 10 ટકા જ હતી

રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે ૧૦,૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો.

LRD ઉમેદવારોની 20% વેઇટિંગ લિસ્ટ સહિતની માગ ગુજરાત સરકારે સહર્ષ સ્વીકારી, તે માટે LRD ઉમેદવારોએ આજે પ્રદેશ કાર્યાલયકમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી ભાજપા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ગૃહ રાજ્ય મંત્રીૉ હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે. રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે  મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ ૨૦૧૮-૧૯ ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો  નિર્ણય કર્યો છે. 

– ખાસ કિસ્સામાં ૧૦ % ને બદલે હવે ૨૦% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે

હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં ૧૦ % ને બદલે હવે ૨૦% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે. મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યુવાઓ માટે લીધેલા આ મહત્વના નિર્ણયને પરિણામે ગુજરાતના શાનદાર, જાનદાર, દમદાર અને અસરદાર પોલીસ તંત્રમાં જોડાઇને રાજ્યની સાડા છ કરોડ જનતાની તન, મન અને ધનથી સેવા કરવા ઇચ્છુક યુવાનોને રોજગારીનો અનેરો અને સોનેરી અવસર મળશે.

હર્ષ સંઘવીએ રાજ્ય સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર નાગરિકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સંકલ્પબધ્ધ છે. રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે ૧૦,૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. વિશાળ પાયા પર હાથ ઘરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.