#PATAN : શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નવનિર્માણ પામેલા શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિર નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્વ સંધ્યાએ ભજન સંધ્યા યોજાશે..

પાટણના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન ની રમઝટ બોલાવવામાં આવશે..

પાટણના ધમૅ પ્રેમી નગરજનો ને ભજન સંધ્યા કાયૅક્રમ માં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટી મંડળ નું નિમંત્રણ..

ધર્મની નગરી પાટણ શહેરનાં રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે મંદિર ટ્રસ્ટ થકી નિમૉણ કરવામાં આવેલ ભગવાન શ્રી પરશુરામજી નાં મંદિર પરિસર ખાતે આગામી તા.૨૭ મી એપ્રિલ નાં પવિત્ર દિવસે ભક્તિ સભર માહોલમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. ત્યારે આ ધાર્મિક પ્રસંગને દિપાવવા મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા ની પૂવૅ સંધ્યાએ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે પાટણના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.


શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નિમાણૅ કરવામાં આવેલ શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિર નાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ ને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવેલ ભંજન સંધ્યા કાયૅક્રમ માં પાટણ શહેર નાં ખ્યાતનામ કલાકારો માં ધીરેન મહેતા,ગોરલ ત્રિવેદી,ધવલ રાવલ,નીલ રાવલ,અશોક ત્રિવેદી સહિતના કલાકારો દ્વારા સંગીતના સુમધુર સુરો વચ્ચે ભજનની રમઝટ બોલાવવામાં આવનાર છે ત્યારે આ ભજન ભકિત નાં પવિત્ર કાયૅક્રમ માં પધારવા પાટણના ધમૅ પ્રેમી નગરજનોને ઉપસ્થિત રહેવા ભાવપૂર્ણ નિમંત્રણ શ્રી પરશુરામજી ભગવાન મંદિર વતી મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ દ્વારા પાઠવવામાં આવ્યું છે.