આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુજારતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી માટે આપ્યું ચોંકાવનારુ નિવેદન

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસ ધ્વારા ધરપકડ,આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને હાલમાં જ આસામ પોલીસે ધરપકડ કરી હતી. તેને લઈને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, તે જિગ્નેશ મેવાણીને જાણતા નથી. મેવાણીએ પ્રધાનમંત્રી મોદી વિશે કથિત રીતે વાંધાજનક ટ્વિટ કરવાના આરોપમાં આસામ પોલીસે ધરપકડ કરી હતી. હવે તેમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું કે, મને નથી ખબર, તે કોણ છે ? તેમણે કહ્યું કે, મને આ કેસની અંદરની વાત ખબર નથી. સરમાને આગળ પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, જ્યારે હું જાણતો જ નથી, તો બદલાની રાજનીતિ કેવી કરી શકું ? આસામના મુખ્યમંત્રીએ વિપક્ષી કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો, જેમાં આરોપ વિરુદ્ધ મેવાણીનો બચાવ કરવામાં મદદ કરવા માટે કાયદાકીય મદદનો સહારો લીધો. મેવાણીના સહયોગી સુરેશ જાટે કહ્યું છે કે, ગુજરાતના મુખ્ય દલિત નેતા મેવાણીને IPCની કલમ 153A અંતર્ગત FIR કર્યા બાદ તુરંત ધરપકડ કરવામાં આવી હતી, જે સમુદાયની વચ્ચે દુશ્મની વધારવા સાથેના ગુનામાં જોડવામાં આવ્યું હતું. આ FIR આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.