#patan : સાતલપુર હાઈવે માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતાં એકનું મોત..

ગંભીર રીતે ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો..

અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીત અનેક નિર્દોષ માનવ જિંદગીઓ ને મોતના મુખમાં ધકેલતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનાં બનાવ શુક્રવારના રોજ સાતલપુર હાઈવે માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લઇ મોત નીપજાવી ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ શુક્રવારના રોજ સાંતલપુર હાઇવે પર થી પૂરઝડપે અને ગફલત ભરી રીતે પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા વાહનચાલકે હિટ એન્ડ રનની ઘટના સર્જી હતી જેમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને ટક્કર મારતા સાંતલપુરના પ્રવિણસિંહ બી.જાડેજા ઉ.વ.૩૦ નુ મોત નિપજ્યું હતું જયારે અરવિંદ સિહ રાજપૂત રહે.ઉતર પ્રદેશ વાળો ઇજાગ્રસ્ત બનતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.
સાતલપુર હાઈવે પર અજાણ્યા વાહન ચાલક દ્વારા સજૉયેલ અકસ્માત ની જાણ પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.