#PATAN : જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૫ ગામોમાં વીજ કંપનીની ટીમો એ ચેકિંગ હાથ ધર્યું..

જુદી જુદી ૧૧ ટીમો દ્વારા કુલ ૧૫ ગામો માંથી ૫૩૩ ઘરેલુ અને ૯૩ કોમર્શિયલ કનેક્શન ચેક કરવામાં આવ્યા..

૨૬ ઘરેલુ કનેક્શન માં ગેરકાયદેસર વીજ કનેક્શન પકડાતા બે લાખનો દંડ કરાયો…

પાટણ પંથકના છેવાડાના વિસ્તારોમાં વીજચોરી અટકાવવા અવારનવાર વીજ કંપની દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ કામગીરી હાથ ધરાય છે અને આ તપાસ કામગીરી દરમિયાન અનેક વખત વીજ ચોરી કરતા લોકો ટીમ નાં હાથે રંગે હાથ ઝડપાયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આજે શુક્રવારના રોજ પાલનપુર વર્તુળ કચેરીની સુચનાને અનુસંધાને
ડીસા, રાધનપુર દિયોદર ની સંયુક્ત ૧૧ ટીમો દ્વારા સાંતલપુર તાલુકાના ૧૫ જેટલા ગામો માં વીજ ચેકિંગ હાથ ધરતાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
૧૧ ટીમો દ્વારા પાટણ પંથકમાં સાંતલપુર વિસ્તારનાં ગામોમાં હાથ ધરાયેલી વીજ ચોરીની તપાસ અથૅ ની કામગીરી દરમિયાન ઘરેલું ૫૩૩ જયારે ૯૩ કોમર્શિયલ કનેકશન
ચેક કરવામાં આવતા
૨૬ ઘરેલુ ગેર કાયદેસર નાં કનેકશન મળી આવતા ગેર કાયદેસર વિજ જોડાણ મેક્ળવનારા ઇસમો સામે બે લાખ દંડ કરવામાં આવ્યો હોવાનું તપાસ ટીમ નાં સુત્રોએ જણાવ્યું હતું.
પાલનપુર વર્તુળ કચેરી ની સૂચના અનુસાર ડીસા રાધનપુર દિયોદરની ૧૧ જેટલી ટીમોએ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં વીજ ચોરીની આકસ્મિક તપાસ હાથ ધરતા વિજચોરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.