#PATAN : રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી..

પૃથ્વી નું જતન કરવા દરેકને વૃક્ષારોપણ કરી તેના જતન માટે પ્રયત્નશીલ

રહેવું જોઈએ :ડો.સુમિત ગુપ્તા..

વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. વિશ્વ પૃથ્વી દિવસની શરૂઆત સૌપ્રથમ 1970માં યુએસ સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા કરવામાં આવી હતી, જેનો હેતુ અમેરિકામાં વધતાં પ્રદૂષણ,પૃથ્વીના અતિશય ધોવાણ ને રોકવાનો હતો.પાછળથી ધીરે ધીરે વિશ્વના 192 થી વધુ દેશો આ વિશ્વ પૃથ્વી દિવસના સભ્ય બન્યા.પૃથ્વી અને પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને, આ પૃથ્વી દિવસનું આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા લોકો જાગૃત બને અને તેમની પૃથ્વીનો આદર કરે અને પૃથ્વી પર પર્યાવરણ અને જીવસૃષ્ટિની જાળવણીમાં યોગદાન આપે, જ્યાં એક તરફ પૃથ્વી પરથી આડેધડ વૃક્ષો અને છોડ કાપવામાં આવી રહ્યા છે, ત્યારે આના દ્વારા આપણે લોકોને વધુને વધુ વૃક્ષો વાવવાની પ્રેરણા આપીએ. આ ઉપરાંત પ્રદૂષણ અટકાવવા, ગંદકીના ઢગલાનો પુનઃઉપયોગ, સ્વરછતા અંગે પણ લોકોને જાગૃત કરીએ. પૃથ્વી દિવસની ઉજવણી માટે આપણે લોકોને વૃક્ષો વાવવા માટે જાગૃત કરી શકીએ અથવા તો વૃક્ષારોપણનો કાર્યક્રમ જાતે જ ચલાવી લોકોને ઓછું પ્રદૂષણ કરવા માટે પ્રેરિત કરીએ,પોલીથીનનો ઓછો ઉપયોગ કરીએ, સ્વરછતા રાખીએ, સ્વરછતા કાર્યક્રમ ચલાવીને પૃથ્વીને સ્વરછ અને સુંદર બનાવી શકાય
પાટણ ખાતે આવેલ સરસ્વતી તાલુકામાં રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો હતો, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેથળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જ્યાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી દ્વારા તમામ સ્ટાફ અને કામદારોને મનુષ્ય અને જીવનના અન્ય સ્વરૂપોના અસ્તિત્વ માટે પૃથ્વી અને તેના પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું. ત્યાર બાદ સાયન્સ સેન્ટરના મુખ્ય દ્વાર સામે સ્ટાફના સભ્યો દ્વારા સપ્તપર્ણી, ગુલમહોર, ગુલમેહંડી, કાર્નેર, કરણ વગેરે સહિત 150 છોડ રોપવામાં આવ્યા હતા. વિશ્વ પૃથ્વી દિવસ 2022 ની થીમ આપણાં ગ્રહ માં રોકાણ કરો. ના સંદર્ભે વૃક્ષારોપણ દ્વારા સૌને પૃથ્વી નું જતન કરવા સંદેશ આપ્યો હતો.