#PATAN : સરસ્વતી તાલુકાના વાછલવા ગામની સીમમાં આવેલ ખેતરમાં આગ લાગી

ખેતરમાં 11 કેવી હેવી લાઇનમાં શોટ સર્કીટ કારણે આગ ભભૂકી હોવાનું અનુમાન..

4 વિઘા મકાઈનો પાક બળીને ખાખ થઈ જતાં ખેડુતને પડતા પર વાગ્યું પાટુ..

પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત આગ લાગવાના અલગ – અલગ બનાવો બનતા હોય છે ત્યારે શુક્રવારના રોજ વધુ એક આગ લાગવાનો બનાવ પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વાછલવા ગામની સીમના ખેતરમાં બનવા પામ્યો છે.


આ બાબતે મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના વાછલવા ગામની સીમમાં આવેલ ખેતરમાં ચાર વીઘા મકાઈના વાવેતરમાં ૧૧ કેવી હેવી ઈલેક્ટ્રીકલ લાઈનમાં શોટ સર્કીટ થતાં ખેતરમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


આગ નાં બનાવને પગલે ખેતરમાં વાવેતર કરાયેલા મક‍ાઈનો પાક બળીને ખાખ થઈ જતા ખેડુતની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેને લઈ ખેડુતને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે ખેડુતને વળતર મળે તે માટે વાછલવા ગ્રામ પંચાયત દ્ધારા કમગીરી હાથ ધરવામાં આવી છે….!