#RAJASTHAN : શિવમંદિર પર ચાલ્યુ બુલડોઝર, અંદાજિત 300 વર્ષ જુના શિવમંદિરની મૂર્તિઓ કટરની મદદથી કાપવામાં આવી

રાજસ્થાનમાં અંદાજિત 300 વર્ષ જૂના આ શિવ મંદિર પર બુલડોઝર ફરી વળ્યું છે

હાલ, સમગ્ર દેશમાં જ્યાં નહીં ત્યાં બુલડોઝર દ્વારા મોટી મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. ત્યાં હવે રાજસ્થાનમાં પણ આ બુલડોઝર પહોંચી ગયું છે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે, કે રાજસ્થાનના રાજગઢમાં એક જૂના મંદરિને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. બિલકુલ સાચું, અંદાજિત 300 વર્ષ જૂના આ શિવ મંદિર પર બુલડોઝર ફરી વળ્યું છે. જો કે, બુલડોઝર આ મંદિર પરિસરમાં પહોંચતા ભાજપ અને હિંદુ સંગઠનો દ્વારા રાજસ્થાનની ગહલોત સરકાર પર રોષ ઠાલવવામાં આવ્યો હતો, અને આ પ્રકારની કામગીરી પર ગેહલોત સરકારને આડે હાથે લીધી હતી.

ઘૃણા અને કોઈપણ પ્રકારના વિવાદ વિના ન્યાયનું આ પ્રતિક બનેલા બુલડોઝર દ્વારા મંદિરને તોડી પડાતા નગરપાલિકાના EO, SDM અને રાજગઢ ધારાસભ્યના વિરોધમાં ભાજપ અને હિન્દુ સંગઠનો દ્વારા ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી, જો કે સાંજ પડતા આ મુદ્દે FIR નોંધાવવામાં આવી હતી.

સમગ્ર મામલે ભાજપના આઇટી ચીફ અમિત માલવીયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સેક્યુઅલરિઝમ માત્ર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું જ છે. રાજસ્થાનના અલવરમાં વિકાસનાં નામ પર આ 300 વર્ષ જૂનું શિવમંદિર તોડી નાંખવામાં આવ્યું છે. આ ઉપરાંત 18 એપ્રિલના રોજ પણ વગર નોટિસ આપ્યે રાજસ્થાન સરકાર દ્વારા 85 હિન્દુઓના પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી નાંખ્યુ હતું અને તેમને છતવિહીન કરી દીધા હતા.

આ મામલે ભાજપ પ્રદેશાનાં અધ્યક્ષ સતિશ પૂનિયાએ કહ્યું હતુ કે, ભાજપ દ્વારા તેમની 1 ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે, જે 3 દિવસમાં સંપૂર્ણ ઘટનાનો રિપોર્ટ આપશે. રાજ્યસભા સાંસદ અને ભાજપના મોટા નેતા કિરોડીલાલ મીણાએ આ કાર્યવાહી પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડને કારણે આ સમગ્ર ભૂલ થઈ છે. આ મંદિર તોડવું નહીં જોઈતું હતું. હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે, તે જોવું રહ્યું.