#PATAN : પાયલ જોષી આત્મહત્યા કેસની ઝીણવટભરી તપાસ કરવા આરોપીના વકીલની રજૂઆત..

મૃતકે કરેલા મેસેજના આધારે તેમના પરિવારના સભ્યોની પણ યોગ્ય તપાસ કરી જે દોષીત હોય તેની સામે કાર્યવાહીની માંગ઼…

મૃતકની બહેનની અરજીના આધારે આ કેસમાં વધુ તપાસ કરી 45 દિવસમાં અહેવાલ કોર્ટમાં રજુ કરવા આદેશ..

પાટણ શહેરમાં વર્ષ 2020 માં બનેલા પાચલ જોષી આત્મહત્યા કેસમાં મૃતકની બહેનની અરજીના આધારે આ કેસમાં વધુ તપાસ કરી 45 દિવસમાં અહેવાલ કોર્ટમાં રજુ કરવા કોર્ટે આદેશ કર્યો છે. ત્યારે આ કેસના આરોપીના વકીલ દ્વારા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવનારી વધુ તપાસમાં દરેક પાસાઓની તપાસ કરી જે પણ દોષિત હોય તેમની સામે કાર્યવાહી કરવા તેમજ મૃતકના પરીવારના સભ્યો પર પણ શંકા વ્યકત કરી હતી અને તેમના અસીલ નિર્દોષ હોય તેમને ન્યાય મળે તેવી માંગ કરી હતી.
પાટણમાં રહેતા પાયલબેન રમેશભાઇ જોષીનુ તા. 17-3-2020ના રોજ ઘરમાં ગળે દુપટ્ટો નાંખીને ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતક પાયલ જોષીની બહેન ભાવીકાબેન જોષીએ તેમની બહેનને ચક્ષુકુમાર મહેતા મુળ રહે. હારીજ હાલ રહે. પાટણ વાળા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
આ કેસ પાટણ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ફરીયાદી ભાવીકા બેને આ કેસમાં વધુ તપાસની માંગણી કરતા કોર્ટ દ્વારા પાટણ બી ડીવીજન પોલીસને આ કેસમાં વધુ તપાસ કરી તેનો રીપોર્ટ 45 દિવસમાં રજુ કરવા જણાવ્યુ છે.
આ કેસમાં આરોપી ચક્ષુ મહેતાના વકીલ એસ.પી. નીમાવત દ્વારા પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી અને જણાવ્યું હતુ કે, તેમના અસીલ ચક્ષુમહેતાને પ્રેમસંબંધના કારણે અટક કરવામાં આવ્યા છે. પરંતુ આ કેસમાં ચક્ષુ મહેતાનો કોઇ વાંક નથી તેમ મૃતકની પિતરાઇ બહેન હેતલબેન અને નિમેશભાઇએ 23-24 માર્ચ-2020ના રોજ પોલીસને આપેલ નિવેદનમાં પોતે જણાવે છે. મૃતક પાયલે હેતલબેનને મર્યા પહેલા જે મેસેજ કર્યા હતા તેમાં પણ ચક્ષુ મહેતા વિરુદ્ધ કોઇ નિવેદન નથી કર્યું પરંતુ ફરીયાદી ભાવીકાબેન પર વિશ્વાસ ન કરવા કહ્યું હતું.
પોલીસ દ્વારા જે વધુ તપાસ થવાની છે તેમાં મૃતકના પરિવારના સભ્યોની યોગ્ય તપાસ કરવા અને કોલડીટેલ, એફ.એસ.એલ. વગેરેની ઝીણવટભરી તપાસ કરી જે પણ દોષિત હોય તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.