#PATAN_CITY : ભગવાન શ્રી પરશુરામજી નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવવા બ્રહ્મ સમાજની બેઠક મળી..

બ્રહ્મ સમાજની એકતા અને ભવિષ્ય નાં ધડતર માટે સમાજલક્ષી કાર્યોને વેગવંતા બનાવાશે : પિયુષભાઈ આચાર્ય…

પાટણ શહેરના પ્રસિધ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નવ નિમૉણ પામેલ શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિર પરિસર ખાતે આગામી તા.૨૭ એપ્રિલ નાં રોજ યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને યાદગાર બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ સહિતના ટ્રસ્ટી ગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પ્રસંગમા સહભાગી બનવા પાટણ નો ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ પણ આગળ આવ્યો છે. અને શ્રી પરશુરામજી ભગવાન ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત નાં ટ્રસ્ટી ગણ સાથે શ્રી પરશુરામજી ભગવાન નાં મદીર પરિસર ખાતે બેઠક યોજી તન ,મન અને ધન થી સહયોગ આપવાની ખાતરી આપી હતી .

મંદિર પરિસર ખાતે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યે ઔદિચ્ય બ્રહ્મ સમાજના આગેવાનો,વડીલો અને કાર્યકરોને ઉમળકાભેર આવકારી શ્રી પરશુરામજી ભગવાન નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી ભગવાન શ્રી પરશુરામજી નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ બ્રહ્મ એકતા અને સમાજ ના ભવિષ્ય ના ઘડતર માટે સૌના સહયોગથી આગળના કાર્યક્રમોને ઝડપથી આગળ ધપાવવા પ્રયત્ન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


આ પ્રસંગે પાટણ પાચ પરગણા અને પાટણ વાડા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ પણ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્યને પૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી પ્રસંગોચિત ઉદ્બોધન, માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના પ્રવકતા અશોકભાઈ ત્રિવેદીએ પણ પોતાની આગવી છટા માં સમાજ બંધુઓને પ્રેરક ઉદબોધન આપી સમાજને એક અને નેક બની આગળ ધપવા હાકલ કરી હતી.