#SANTALPUR : નાં પર ગામનાં પાટીયા નજીક નાં માગૅ પરથી પસાર થઈ રહેલા ટ્રેલર માં આગ ભભુકી ઉઠી..

ટ્રેલર માં આગ લાગતાં નેશનલ હાઈવે પર નો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી..

પેટ્રોલ પંપ નજીક ટ્રેલર માં આગ ભભુકી ઉઠતા ફફડાટ ફેલાયો..

ઉનાળાની બળબળતી ગરમી શરૂ થતાની સાથે જ હાઈવે ઉપર થી પસાર થતા વાહનો માં આગ લાગવાના બનાવો બનતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારની બપોરે સાતલપુર હાઈવે પરથી પસાર થઇ રહેલ ટ્રેલરમાં આગ લાગતા અફરા-તફરી સર્જાઇ હતી. ટેલર માં લાગેલી આગના કારણે નેશનલ હાઇવેના એક તરફનાં માગૅને બંધ કરવાની ફરજ પડી હતી.

આ બાબતે મળતી વિગત મુજબ સાતલપુર નેશનલ હાઈવે પર થી શુક્રવારના રોજ બપોરના સુમારે પસાર થઈ રહેલા ટ્રેલર માં ગરમી નાં કારણે આકસ્મિક આગ ભભુકી ઉઠી હતી જોકે માગૅ નજીક પેટ્રોલપંપ હોવાથી લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો ટ્રેલર માં આગ ના પગલે નેશનલ હાઈવે પર નો એક તરફ નો માગૅ બંધ કરવાની ફરજ પડી હતી તો ટ્રેલર માં લાગેલી આગ ને ઓલવવા માટે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હોવાનું સ્થળ પર નાં સુત્રોએ જણાવ્યું હતું.
ટ્રેલર સાંતલપુર તરફથી રાધનપુર તરફ પર ગામનાં પાટીયા નજીક પહોંચતા આ બનાવ સજૉતા અફડા તફડી મચી જવા પામી હતી.