#PATAN : પાલિકા દ્વારા વળતર પેટે મિલ્કત ધારકને રૂ.૨ લાખનો ચેક અપૅણ ક્યો..

મિલકત ધારકે પાલીકા ની વ્યાજ ની રકમ જમા કરી..

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2014 માં પાણીની પાઇપ લાઈન લીકેજ ના કારણે શહેરના ઘીવટા વિસ્તારના ખડાખોટડીના પાડા માં રહેતા બારોટ લલીત પ્રસાદ ના મકાન ને નુકશાન થયું હતું. જેના દાવા પેટે બારોટ લલિત પ્રસાદ એ એમના દીકરી બારોટ રીટાબેન લલિત પ્રસાદે કોર્ટમાં રૂપિયા બે લાખનો દાવો કરેલો હતો. જે 2019 માં કોર્ટમાં દાવો જીતી ગયા હતા અને કોર્ટે હુકમ કરેલો કે તેઓને દાવ પેટે ના બે લાખ અને તે ઉપર નું અત્યાર સુધીનું નવ ટકા વ્યાજ પ્રમાણે વળતર ચૂકવવું પરંતુ બારોટ રીટાબેન અને તેમના પરિવારજનો એ નગરપાલિકા સંસ્થાનું હિત જોઈને વ્યાજ ની રકમ લેવાની ના પડેલ જે પ્રમાણે નગરપાલિકાના પ્રમુખ સ્મીતાબેન પટેલ અને વોટર વર્કશ ચેરમેન દિક્ષિત પટેલ સાથે મળીને રીટાબેન બારોટ ને તેમના નુકશાની ના વળતર પેટે રૂપિયા બે લાખ નો ચેક ગતરોજ પાલિકા ખાતે અપૅણ કરવામાં આવ્યો હતો.