ગાંધીનગરમાં કેન્દ્રના માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પહોંચ્યા,અખબારોના તંત્રીઓ તથા બ્યુરો ચીફ કક્ષાના પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા

ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ સિંગ ઠાકુર ગુજરાતની મુલાકાતે આવ્યા. આ તબક્કે તેમણે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ગુજરાતના નામાંકિત અખબારોના તંત્રીઓ અને સિનિયર પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક કરી અખબાર જગત ની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિમર્શ કર્યા હતા. કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ સિંગ ઠાકુરે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માલિકો તેમજ અગ્રણી પ્રતિનિધિઓ સાથે ગુજરાતમાં મીડિયા જગતની વર્તમાન પરિસ્થિતિ અંગે મુક્ત મને પરામર્શ કર્યો હતો. ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે આયોજિત આ બેઠકમાં ગુજરાતના નામાંકિત અખબારોના તંત્રીઓ તેમજ બ્યુરો ચીફ કક્ષાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર એ અખબાર જગતની હાલની પરિસ્થિતિ અંગે સૂચનો મેળવ્યાં હતા આ દરમિયાન અખબાર જગત ના તંત્રીઓ અને પ્રતિનિધિઓએ કોરોના પછી હાલની સ્થિતિએ પ્રિન્ટ મીડિયાને થતી હાલાકી અંગે માહિતગાર કર્યા હતા તો બીજી તરફ અનુરાગ સિંગ ઠાકુરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અખબાર જગત તરફથી મળેલા સૂચનો અંગે ભારત સરકાર વિચારશે અને હકારાત્મક અભિગમ અપનાવશે તેવો વિશ્વાસ આપ્યો હતો.