નરેશ પટેલની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે, પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરશે

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દીધા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળી શકે છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર નરેશ પટેલના કોંગ્રેસમાં સામેલ થવાની સંભાવના છે. નરેશ પટેલ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે અને ખોડલધામના અધ્યક્ષ છે.

મહત્વપૂર્ણ છે કે નરેશ પટેલ ભલે સક્રિય રાજકારણમાં ના હોય પરંતુ છેલ્લા એક દાયકામાં તેમના નામની ચર્ચા રહી છે. ખોડલધામ પર ભવ્ય મંદિર નિર્માણને લઇને અગ્રણી રહેલા નરેશ પટેલનો પાટીદાર સમાજમાં સારૂ વર્ચસ્વ છે. નરેશ પટેલ જે પાટીદાર સમાજના નેતા છે, તે ગુજરાતના રાજકારણમાં હંમેશા નિર્ણાયક ભૂમિકામાં રહ્યુ છે.

લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વધારે, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રહે છે. સુરત અને અમદાવાદમાં પણ પાટીદારોની સારી એવી સંખ્યા છે.

નરેશ પટેલને લઇને છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રાજનીતિ થઇ રહી છે. આ રાજનીતિમાં દરેક રાજકીય પાર્ટીની નજર નરેશ પટેલ પર ટકેલી છે.