#PATAN_CITY : મોંઘવારીના સમયે પાટણમાં જરૂયાતમંદ 50 પરિવારોને એક માસ ની રાશનકીટ વિતરણ કરવામાં આવી…

ભવાની ફાઉન્ડેશન દ્વારા શહેરમાં કચરો એકત્ર કરતા, મજૂરી કરતા લોકોને સ્થળે સ્થળે કીટ વિતરણ કરાઈ..

આજના સમયમાં દરેક ઘરમાં જીવન જરૂરિયાતની રસોઈની ચીજવસ્તુઓના સતત વધતા ઊંચા ભાવને લઇને મજૂરી કરતા પરિવાર જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મુશ્કેલીમાં મુકાયા હોય આવા અત્યંત જરુરિયાત વાળા પરિવારોને ભવાની ફાઉન્ડેશન દ્વારા એક મહિનો ઘરમાં ચાલે તેવી રાશનની કીટ તૈયાર કરી જાહેર સ્થળો પર જઈ શનિવારના રોજ વિતરણ કરવામાં આવી હતી.


પાટણ શહેરમાં શનિવારે જાહેર સ્થળો ઉપર કચરો એકત્ર કરતા વૃદ્ધ મહિલાઓ તેમજ બાંધકામ ઉપર મજૂરી કરતા મજુરો અને નિરાધાર દંપતી વાળા પરિવારોને મોંઘવારીના આ કપરા સમયમાં થોડા અંશે ખર્ચમાં રાહત થાય અને ભરપેટ ભોજન કરી શકે તેવા ઉમદા આશ્રયથી ઘરમાં જરૂરી તમામ ચીજવસ્તુઓની રાશન કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી.


ભવાની ફાઉન્ડેશનની ટીમ દ્વારા સવાર થી બપોર સુધી વિવિધ સ્થળો પર ફરી 50 જેટલા લોકોને એકમાસ ચાલે તેવી રાશનની કીટ વિતરણ કરવામાં આવી હતી.જરૂરિયાત મંદ પરિવારોને રાશન કિટ મળતા આનંદ સાથે મોંઘવારી માં મોટી રાહત બદલ હર્ષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
ભવાની ફાઉન્ડેશન ના મયુર પટેલ ,રિપલ પટેલ,જયમીન મોદી ,ગૌરવ પંડ્યા ,તેજસ રાવળ સહિતના સભ્યો કીટ વિતરણ ના સેવાકીય કાર્યમાં જોડાયા હતાં.