#PATAN : તાલુકા ભાજપ ની સંડેર મુકામે ટીફીન બેઠક યોજાઇ..

પાટણ નાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ દ્વારા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન પુરૂ પાડ્યું..

આગામી વિધાનસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા બેઠકો નાં દોર આરંભી દેવામાં આવ્યા છે ત્યારે શનિવારના રોજ પાટણ તાલુકાના સંડેર ગામે તાલુકા ભાજપની ટિફિન બેઠક પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈની ઉપસ્થિતમાં યોજવામાં આવી હતી.
પાટણ તાલુકા ભાજપ દ્વારા આયોજિત આ ટીફીન બેઠકમાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ને પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ એ આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને માગૅદશૅન સાથે ચૂંટણી લક્ષી કામગીરી માં જોતરાઈ જવા આહવાન કર્યું હતું.
પાટણ તાલુકા ભાજપ ની ટીફીન બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,જલુજી ઠાકોર, ગોવિંદ પ્રજાપતિ સહિતના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ કન્વીનર જયેશભાઈ દરજી એ જણાવ્યું હતું.