#PATAN_CITY : કોલેજ રોડના અંડરપાસમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આગોતરૂ આયોજન કરવા તંત્ર સમક્ષ માંગ કરાઈ..

ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે ભોગવવી પડતી હાલાકીઓ..

પાટણ શહેરમાં ચોમાસાના વરસાદી સિઝનમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા લોકો માટે માથાના દુઃખાવારૂપ બની જતી હોય છે. ત્યારે
રાજ મહેલ રોડ પર આવેલા કોલેજ અંડરપાસમાં ભરાઇ રહેતા વરસાદી પાણીને લઇ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી ચોમાસા પૂર્વે આ અંડરપાસમાં વરસાદી પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
પાટણ એનજીઇએસ કેમ્પસમાં આવેલ આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજો તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળા મળી કુલ 10 હજારથી વધુ વિધાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. આ ઉપરાંત એનજીઇએસ કેમ્પસ નજીક પ્રાંત કચેરી, જમીન મોજણી કચેરી સહિતની વિવિધ શાખાઓ પણ કાર્યરત છે. ત્યારે એનજીઇએસ કેમ્પસમાં આવન જાવન માટે માત્ર એક અંડરપાસનો જ ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે આગામી ચોમાસાની સીઝનમાં આ અંડરપાસમાં વરસાદી પાણી ન ભરાય તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા તેનું નકકર આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.