#PATAN : સરસ્વતી તાલુકાના વામૈયા લક્ષ્મીપુરા થી ચમનપુરા સુધીનો પાકો ડામર રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી..

ગુજરાત સરકાર ની નેમ છે કે એક ગામથી બીજા ગામ ને જોડતો રોડ રસ્તા બનાવવાની અને સૌનો સાથ સૌનો વિકાસ તે સૂત્ર ને સાર્થક કરવો પરંતુ સરસ્વતી તાલુકાના વામૈયા ગામ લક્ષ્મીપુરા થી ચમનપુરા રોડ બનાવવા આજ દિન સુધી નહી બનાવવામાં આવતાં સરકાર ની વાત પોકળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામથી ચમનપુરા તરફ જવા આવવા માટે વર્ષો જૂનો કાચો માટી નો રસ્તો આવેલ છે અને આ રસ્તાનો વામૈયા લક્ષ્મીપુરા-ચમનપુરા વચ્ચેના આ કાચા રસ્તા ના કારણે ચોમાસાની ઋતુમાં તો કાદવ કીચડ ભરેલો બની જાય છે

જેથી આ ગામની જનતાને પાટણ તાલુકા તથા આજુબાજુના ગામોમાં તેમજ પાટણ જિલ્લામાં રોજીદા પોતાના કામકાજ માટે તથા ઘણી વખત ઈમરજન્સી માંદગી ના સમયમાં પણ રસ્તા ઉપરથી ચાલવું ખુબ જ મુશ્કેલ પડે છે તેમજ ચમનપુરા થી વામૈયા અધાર પાટણ સિદ્ધપુર તેમજ ધારપુર મેડિકલ કોલેજ અને મહેસાણા અમદાવાદ જવા માટે ટૂંકો રસ્તો હોવાથી ગામલોકોને અને આજુબાજુના ગામના લોકો ને ખૂબજ ફાયદાકારક હોવાથી તાત્કાલિક આ રોડ બનાવવામા આવે તો આ વિસ્તારના લોકોને સમય અને પૈસાની બચત થાય તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાળાએ જવા માટે તકલીફ ન પડે આ રોડ બનાવવાની રજૂઆત પત્ર દ્વારા વામૈયા ગામના વતની અને યુવા નેતા અને જીવદયા પ્રેમી શૈલેષભાઈ બી. નાયી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૃણેશભાઇ મોદી અને પાટણ જિલ્લાના કાર્યપાલક ઇજનેર માગૅ અને મકાન વિભાગ પાટણ ને કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.