#HARIJ : મુખ્ય બજારમા લગ્નની ખરીદી કરવા આવેલ પરિવારની બેગ ને બ્લેડ મારી ગઢીયા રોકડ સેરવી ફરાર..

હારીજ ના મુખ્ય બજાર માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા..

હારીજ શહેરના બજાર માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે ત્યારે લગ્નસરાની સિઝનમાં ખરીદી અર્થે આવતા લોકોને કેટલાક ગઢીયાઓ આબાદ લૂંટીને ફરાર થતા હોવાના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે આવો જ વધું એક બનાવ શનિવારના રોજ હારીજ ની બજારમાં લગ્નની ખરીદી માટે આવેલ ગ્રાહકના થેલા ને કોઈ ગઢીયો બ્લેડ નો ચેકો મારી રોકડ રકમ સેરવી ફરાર થઈ ગયો હોવાની ધટના પ્રકાશમાં આવવા પામી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના કંબોઈ ગામનો ઠાકોર પરિવાર લગ્નની ખરીદી અર્થે શનિવારની બપોરે હારીજના બજારમાં આવ્યા હતા ત્યારે તેઓ ખરીદીમાં મશગૂલ હોય કોઈ અજાણ્યા ઈસમોએ સિફતપૂર્વક રીતે થેલા ને બ્લેડનો ચેકો મારી થેલામાં રહેલી રોકડ રકમ રૂપિયા 25000 રીતે સેરવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ બનાવની જાણ પરિવારને થતાં તેઓ આફરા બની હારીજ પોલીસ મથકે લેખિતમાં અરજી આપતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે.
જોકે હારીજ શહેરના મુખ્ય બજાર માર્ગો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જો આ સીસીટીવી કેમેરા કાર્યરત હોત તો કદાચ આ ગઠીયા ઈસમો આબાદ સીસીટીવી કેમેરામાં કંડારાયા હોત તેવું લોકો નું કહેવું છે ત્યારે તંત્ર દ્વારા હારીજ ના મુખ્ય બજાર માર્ગો પર લગાવાયેલા સીસીટીવી કેમેરા પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે…