#PATAN_HNGU : પાટણ માં નો પરિવાર દ્વારા ગુજરાતી માં કેટલા નાટક યોજાયું..

ગુજરાતી ભાષા નું દરેક ગુજરાતી ને માતૃભાષા તરીકે ગૌરવ હોવું જોઈએ..

પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શનિવારની રાત્રે માં નો પરિવાર દ્વારા આયોજિત
નાટક “ગુજરાતી માં કેટલા” નુ આયોજન કરવામાં આવ્યું હતું.


મા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા ગુજરાતી માં કેટલા નામના નાટકના કલાકારો દ્વારા ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી પ્રત્યે લોકોની ઉદાસીનતાને રજુ કરી પાટણના પ્રબુદ્ધ નગરજનો ને મંત્રમુગ્ધ બનાવ્યા અને ગુજરાતી હોવાની સાથે ગુજરાતી ભાષા ગૌરવ પ્રાપ્ત કરે તેવી પ્રેરણા મેળવી હતી.


મા નો પરિવાર દ્વારા આયોજિત કરાયેલા આ નાટકમાં દિલીપભાઈ દેશમુખજી (દિલીપ દાદા) અને માઁ નો પરિવારના પ્રમુખ કે. સી. પટેલ, સ્નેહલ પટેલ,દશૅક ત્રિવેદી,હેમંત તન્ના,જયેશ પટેલ, એડવોકેટ પ્રજ્ઞેશ ગાંધી સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.