#PATAN : બિન સચિવાલય ક્લાર્ક ની લેવાયેલી પરીક્ષામાં પાટણ જિલ્લામાં ૫૦ ટકા થી ઓછા ઉમેદવારે પરીક્ષા આપી..

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ છે : જિલ્લા શિક્ષણાધિકારી..

ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક ની પાટણ જિલ્લામાં 111 કેન્દ્રો પર શાંતિ પૂર્ણ માહોલમા પરીક્ષા યોજાઇ હતી જેમાં 34844 ઉમેદવારો માંથી 15303 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે 19541 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારોની સંખ્યા વધારે હોવાના કારણે જિલ્લા મથક, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તાર સુધી પરીક્ષા કેન્દ્રો ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષામાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે ચૂસ્ત ચેકિંગ કર્યા બાદ ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.


પરીક્ષા કેન્દ્રમાં કોઇ ઉમેદવાર ઇલેક્ટ્રોનિક સાધન લઈને ઘુશી ન શકે તે માટે પોલીસ દ્વારા સવારે 9:00 વાગ્યા થી જ મેટલ ડિટેકટરથી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
જોકે આ પરિક્ષા નુ પ્રશ્નપત્ર કેટલાક ઉમેદવારો ના મતે સરળ હતું તો કેટલાક ઉમેદવારો ને એવરેજ ( મધ્યમ) લાગ્યું હતું.

જોકે અઘરું હોય તેવો કોઈ એ મત આપ્યો ન હતો. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જવામાં તકલીફ ન પડે તે માટે એસ.ટી તંત્ર દ્વારા પણ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમા પરીક્ષા યોજાઇ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી જયરામભાઈ જોષી એ જણાવ્યું હતું.