#JOB : ઇન્ડિયન આર્મી ગ્રુપ સી માં ભરતી બહાર આવી આ રીતે કરો અરજી

ભારતીય આર્મીના ગ્રુપ સી માં ભરતી બહાર આવી છે . જેમાં યોગ્યતા મુજબ દરેક ઉમેદવાર અરજી કરીને આ ભરતી માં ભાગ લઈ સારું પગાર ધોરણ મેળવી શકશે.

હાલ માં ભારતના બધા જ રાજ્યોના ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. જેમાં હાલ ઇન્ડિયન આર્મી ગ્રુપ સીમાં વિવિધ જગ્યાઓ માટે ફોર્મની અરજી શરૂ કરાઈ છે. આ ભારતીય આર્મી ફોર્મ ઑફલાઇન એપ્લિકેશન 30મી એપ્રિલ 2022 થી શરૂ થઈ રહી છે. જેમાં 14 જૂન, 2022 સુધી ચાલશે, આ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પેપર દ્વારા ભારતીય આર્મી ગ્રુપ સી ની ભરતી ની જાહેર કરવામાં આવી છે.

વિભાગનું નામ

આ ભરતી ભારતીય આર્મી ગ્રુપ સી માટે કરાઈ રહી છે.

પોસ્ટનું નામ

આ ભરતીમાં સફાઈવાલા, એલડીસી, ડ્રાઈવર ઓર્ગેનાઈઝેશન જીડીઈ અને સફાઈવાલી ની દરેક જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે.

સત્તાવાર વેબસાઇટ

આ ભરતીમાં ફોર્મ ભરવા https://indianarmy.nic.in ના પર અરજી કરવી જરૂરી છે આ ભરતીમાં અરજી શરૂ થવાની તારીખ 30/04/2022 અને અરજી કરવાની છેલ્લી તારીખ 14/06/2022 રાખવામાં આવેલી છે .

ઇન્ડિયન આર્મી ગ્રુપ સી ની સંપૂર્ણ વિગતો

હાલ માં ઇન્ડિયન આર્મી ગ્રુપ સી મુખ્ય પોસ્ટ માટે અરજી ફોર્મ 30 એપ્રિલ 2022 થી શરૂ કરાઈ છે. જેમાં લાંબા સમય પછી આર્મી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે ભરતી બહાર આવી છે. જેની અરજી ફી ₹100 રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારોએ આ પૃષ્ઠ પર નીચે આપેલ લિંક પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ઉમેદવારો અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લીધા પછી જ ફોર્મ મા અરજી કરશે.

વય મર્યાદા

ભારતીય આર્મી માં ગ્રુપ સીની પોસ્ટ માટે તમામ રાજ્યોના અરજદારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રાખવામાં આવી છે. જો કે દરેક ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળી રહી છે.

પગાર

આ ભરતીમાં લેવલ-1 મુજબ, સફાઈવાલા અને સફાઈ વાળાના પદ માટે ઉમેદવારોનો પગાર ₹18000 થી ₹56900 રખાયો છે. જો કે લેવલ-2 મુજબ, ડ્રાઈવર અને એલડીસીના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પગાર ₹19900 થી ₹63200 રાખવામાં આવ્યો છે.

અરજી ફ્રી

આ ભરતીમાં ઉમેદવારોની અરજી ફી ₹100 છે.

અગત્યના દસ્તાવેજો

#02 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ #શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર #જન્મ પ્રમાણપત્ર #જાતિ પ્રમાણપત્ર #આધાર કાર્ડ #અનુભવ પ્રમાણપત્ર #ભૂતપૂર્વ સૈનિકોના કિસ્સામાં ડિસ્ચાર્જ પ્રમાણપત્ર

કેવી રીતે અરજી કરવી

#આ ભરતી માં સૌપ્રથમ રાજ્યના દરેક ઉમેદવારો એ ભારતીય સેનાની સત્તાવાર સાઇટ પર જવું નૃરી છે . #આ ભરતીમાં હોમ પેજ પર આપેલ સૂચના શોધો અને તેને ડાઉનલોડ કરો. #આ સૂચના વિશે માહિતી મેળવ્યા પછી, ઉમેદવારો ફોર્મ માટે અરજી કરશે.