ખોટી રીતે ધરપકડ કરાયેલ જિગ્નેશ મેવાણી ને જેલ મુક્ત કરવાની માંગ સાથે નવ સજૅન ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર અપાયું..

જિગ્નેશ મેવાણી ને જેલ મુક્ત નહી કરવામાં આવે તો ગુજરાત નાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જલદ કાર્યક્રમો યોજાશે..

નવસર્જન ટ્રસ્ટ પાટણ દ્વારા સોમવારે જીગ્નેશભાઈ મેવાણી ની ગેર કાયદેસર અટકાયત બાબતે અનુ જાતિ ના કાર્યક્રરો સાથે પાટણ કલેકટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ તાનાશાહી ગુંડાગર્દી વાળી સરકાર દ્વારા જીગ્નેશભાઈ ની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી છે તે બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવી તેમને તાત્કાલિક અસરથી જેલ મુકત કરવામાં આવે આ લોકશાહીની હત્યા છે મૂળભૂત અધિકાર નો ભંગ છે જીગ્નેશભાઈ એ દરેક સમાજ ના પ્રશ્નો નો અવાજ છે પ્રજા દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિ છે ધારાસભ્ય છે અને આ સરકાર માં ધારાસભ્ય ને સરકાર ના ઇશારે ખોટા કેસ માં ફસાવી ધરપકડ કરવામાં આવે તો સામાન્ય માણસ ની શુ હાલત હસે તે સમજી શકાય છે

ત્યારે ધારાસભ્ય ને તાત્કાલિક અસરથી છોડવામાં આવે અને નહીં છોડવામાં આવે તો ગૂજરાતના તમામ ગ્રામ્ય સ્તર થી રાજ્ય સ્તર સુધી ઉગ્ર આંદોલન, હાઈવે ચક્કાજામ, જેલભરો આંદોલન જેવા જલદ કાર્યક્રમો કરવામાં આવશે અને જે પણ નુકશાન થશે તેની તમામ જવાબદારી સરકાર ની રહેશે’ તેવી ચિમકી
નરેન્દ્રભાઇ એમ પરમાર
નવસર્જન ટ્રસ્ટ પાટણ,
નયનાબેન પરમાર,
હર્ષદભાઈ વર્મા,
જયંતિભાઈ ચૌહાણ,
એન ડી મકવાણા,
જગદીશભાઈ પરમાર,
પ્રવિણભાઇ રાઠોડ સહિતના કાયૅકરો એ ઉચ્ચારી હતી.