#PATAN_HNGU : યુનિવર્સિટી એમબીબીએસ ગુણ કૌભાંડમાં સંડોવાયેલા લોકો ને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચનું તેડું….

ગુણ કૌભાંડમાં સંડોવાયેલા કુલપતિ સહિતના કમૅચારીઓ ને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા હોવાની ચચૉઓ..

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ કૌભાંડ મામલે કસુરવારોને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચનું તેડુ આવ્યુ હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળી રહયું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રણ વિધાર્થીઓની ઉત્તરવહીઓ બદલી કૌભાંડ આચરવાના મામલે યુનિવર્સિટીમાં ભારે હલ્લાબોલ મચી ગયો હતો. એમબીબીએસ કૌભાંડ મામલે યુનિવર્સિટીમાં વિવિધ સંગઠનો દ્વારા કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્રો, પ્રતિક ધરણા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ત્યારે યુનિવર્સિટીના બહુચર્ચીત એમબીબીએસ કૌભાંડનો મામલો ઉચ્ચકક્ષાએ પહોંચતા તેના કસુરવારો સામે ઉચ્ચ કક્ષાએ થી તપાસ સમિતિની નિમણુંક કરવામાં આવી હતી.
અને આ સમીતીના સભ્યો દ્વારા કૌભાંડ મામલે રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે રજુ કરવામાં આવ્યો હતો.
કૌભાંડમાં યુનિવર્સિટીના કુલપતિ સહિત તેના અન્ય સહકર્મચારીઓ પણ સંડોવાયેલા હોઇ તમામ વિરુધ્ધ તપાસનો દોર ધમધમતો થયો હતો.
ત્યારે આજ રોજ જાણવા મળ્યા મુજબ એમબીબીએસ કૌભાંડ મામલે કસુરવાર કુલપતિ સહિત આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય વ્યકિતઓને જવાબ લેવા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાંચનું તેડુ આવ્યુ હોવાનું કેટલાક આધારભૂત સૂત્રો એ જણાવ્યું હતું તો આ મામલો યુનિવર્સિટીમાં આજે ચર્ચાસ્પદ બની રહ્યો હતો.