#PATAN : શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણના દિવ્યાંગ વ્યક્તિ ને મોડીફાઈ ઈલેક્ટ્રીક સાયકલ અપૅણ કરાશે..

સરકાર નાં આત્મ નિર્ભર નાં મંત્ર ને ચરિતાર્થ કરવાનો સુતત્ય પ્રયાસ સરાહનીય..

કર ભલા તો હોગા ભલા ના સૂત્ર સાથે હંમેશા દિવ્યાંગો, મહિલાઓ અને બાળકોના હિતો માટે વિચારતી પાટણની સેવાભાવી સંસ્થા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ – પાટણ દ્વારા એલાઇડ રીફેક્ટરી પ્રોડ્ક્ટ ઇન્ડિયા, સાણંદના સીએસઆર ફંડથી પાટણ શહેરમાં રોજગારી મેળવતા સોલંકી ધર્મેદ્ર બાબુસિંહ જે દિવ્યાંગ વ્યક્તિને રોજગારી માટે મોડીફાઈ કરેલ ઇલેક્ટ્રીક સાયકલ આપવાનું સેવાભાવી કરવાની તૈયારીમાં છે. દિવ્યાંગ વ્યક્તિ પાટણ – સિધપુર હાઈવે પર પોતાની જૂની સાયકલ પર રોજગારી માટે વિવિધ વસ્તુઓનું વેચાણ કરતો હતો જેથી તે બધીજ જગ્યાએ પહોયી શક્તો ન હતો.

તે વ્યક્તિ સંસ્થાના દ્વારા ધ્યાને આવતા સંસ્થા દ્વારા તે દિવ્યાંગ વ્યક્તિને સાદી સાયકલની જગ્યાએ મોડીફાઇ કરેલી ઇલેક્ટ્રીક સાયકલ આપવા જઈ રહી છે, જેથી કરીને આવી દિવ્યાંગ વ્યક્તિ બીજી ઘણી બધી જગ્યાએ જઈ પોતાનો રોજગાર ધંધાને વિકસાવીને વધુ રોજગારી મેળવી શકે તેમજ મહેસાણા જિલ્લામાં સોઢા મહિપતસિંહ નામે પણ એક દિવ્યાંગ વ્યક્તિ સાદી સાયકલની પર એસિડ, ફિનાઇલ અને અન્ય જનરલ વસ્તુ વેચે છે તેને પણ સંસ્થા દ્વારા એક મોડીફાઇ કરેલી ઈલેક્ટ્રીક સાઇકલ આપવા જઈ રહ્યું છે.જેથી આવી વ્યક્તિ વધુમા વધુ જગ્યાએ ફરી પોતાનો રોજગાર ધંધાને વિકસાવીને વધુ રોજગારી મેળવી શકેશે.
વધુમાં સંસ્થા દ્વારા પાટણ શહેરમાં ઓટીઝમ બાળકો માટે એક વોકેશનલ તાલીમ સેન્ટર ની પણ શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં પાટણ જિલ્લાના દિવ્યાંગ બાળકોને વ્યવસાયલક્ષી તાલિમ આપી રોજગારી પૂરી પાડવામાં આવશે.
આમ સંસ્થાના પ્રમુખ નરેશકુમાર બી દવે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે તો આપણે પણ આવા દિવ્યાંગ બાળકો થકી જે પણ વસ્તુ વેચતા હોય તેમની પાસેથી વસ્તુ ખરીદી તેમના ઉત્સાહને તેમજ રોજગારીમાં વધારો થાય તે માટે બ્રહ્મ સેવા સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે