#PATAN_CITY : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઈને પાટણની સરકારી કચેરીઓ સહિત હાઇવે માર્ગો રોશનીથી ઝળહળી ઉઠ્યા…

ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી આગામી તારીખ ૧લી મેના રોજ કરવામાં આવનાર છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા શહેરની સરકારી કચેરીઓ સહિત મુખ્ય હાઈવે માર્ગો ને રોશનીના ઝગમગાટ થી સજાવવામાં આવી છે.

જે શહેરીજનો સહિત હાઈવે માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરી રહી છે. ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં તારીખ ૧લી મેના રોજ આયોજિત કરાયેલા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓનો કાફલો ઉપસ્થિત રહેનાર હોય તેને આવકારવા અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો ને માણવા પાટણના નગરજનોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.

.તો જિલ્લા પ્રશાસન દ્વારા પણ પાટણ ખાતે આયોજિત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ને યાદગાર બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.