#PATAN : ભાજપ મહિલા મોરચા નાં કોષાધ્યક્ષ દ્વારા લગ્ન દિવસ ની આંગણવાડીના બાળકો સાથે ઉજવણી કરી..

આંગણવાડી નાં બાળકો ને નાસ્તો,કીટ અને ભેટ સોગાદ સાથે વિવિધ રમતો રમી મનોરંજન પુરું પાડ્યું.

પાટણ જિલ્લા મહિલા મોરચા ના કોષાધ્યક્ષ અને પાટણ શહેર મહિલા મોરચા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી વિજયાબેન બારોટ અને ધર્મેન્દ્રભાઈ બારોટ ના લગ્નતિથિ ને 27 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી મંગળવારના રોજ શહેરના વોર્ડ નંબર 3 માં આવેલ આંગણવાડીના ભૂલકાઓ સાથે કરી બાળકો ને નાસ્તો, ભેટ સોગાદ આપી કેક કાપી ભૂલકાઓ સાથે વિવિધ રમતો રમી બાળકોને મનોરંજન કરાવી ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સુપોષણ અભિયાન અંતર્ગત દત્તક લીધેલ ભૂલકાઓને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.


આ ઉજવણીમાં સહભાગી બનવા તેઓના પરિવારજનો સહિત ભાજપ મહિલા મોરચા પરિવારની બહેનોએ હાજર રહી તેમના દાંમ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.