#PATAN : વામૈયા તળાવની પાળ ઉપર આવેલ બાપા સીતારામ ની મઢુલી નો ગુજરાત યાત્રાધામ બોર્ડમા સમાવેશ કરવા રજૂઆત…

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ વામૈયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બાપા સીતારામ ની મઢુલી આવેલ છે અને આ મઢુલી ખાતે ગ્રામજનો તેમજ આજુબાજુ ના દરેક સમાજના લોકો ખુબજ શ્રદ્ધા ધરાવે છે તેમજ દરેક સમાજના લોકો વામૈયા ખાતે આવેલ બાપા સીતારામ ની પૂજા અચૅના કરવા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધા્ળુઓ દર્શનાથે આવે છે ત્યારે આ ધાર્મિક જગ્યાનો ગુજરાત યાત્રાધામ માં સમાવેશ કરવામાં આવે તેવી માંગ વામૈયા ગામના સેવાભાવી યુવાન શૈલેષ નાયી દ્વારા પવિત્ર યાત્રાધામ મંત્રી પૃણેશભાઇ મોદી ગુજરાત રાજ્ય ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.


સરસ્વતી તાલુકાના વામૈયા ખાતે આવેલ બાપા સીતારામ ની મઢુલી ને ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવામા આવે અને તેનો વિકાસ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને સગવડ મળી રહે અને આવનાર શ્રદ્ધાળુઓને રહેવા માટે પુરતી સગવડ મળી રહે અને દૂર દૂરથી આવતા યાત્રાળુઓની તકલીફો દૂર થાય તેમ હોવાની પત્ર માં રજૂઆત શૈલેષ નાયી દ્વારા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.