#PATAN : અનાવાડા ખાતે શ્રી મોમાઈ માતાજી અને શ્રી સિકોતર માતાજીની રમેલ પ્રસંગની ઉજવણી કરવામાં આવી…

ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિત રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

હિન્દુ ધર્મ માં ધાર્મિક ઉત્સવો નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે ચૈત્ર માસમાં વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતાં હોય છે તો માતાજીના મંદિર પરિસર ખાતે માતાજી ની રમેલ,જાતર સહિતના ધાર્મિક પ્રસંગો પણ ઉજવાતા હોય છે.


ચૈત્ર માસની ચૈત્ર વદ-૧૦ના પવિત્ર દિવસે પાટણ તાલુકાના અનાવાડા ખાતે રાજાભાઈ સુસરા (ભરવાડ) પરીવાર દ્રારા શ્રી મોમાઈ માતાજી તથા સિકોત્તર માતાજીની ભક્તિ સભર માહોલમાં રમેલ (જાતર) પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક ભુવાજી એ માતાજી નાં પાટ ઉપર બેસી માં નાં પવન સાથે વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી હતી.


અનાવાડા ખાતે આયોજિત આ રમેલ જાતર નાં શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ, યુનિવર્સિટી નાં સભ્ય સ્નેહલ પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો એ પણ ખાસ ઉપસ્થિત રહી માતાજીના દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

તો ગામનાં ભરવાડ સમાજ નાં આગેવાન બોધાભાઈ ભરવાડ,બલાભાઈ ભરવાડ, હરેશભાઈ ભરવાડ સહિતના આગેવાનો દ્વારા ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.