#PATAN : સૌ પ્રથમ વખત નિકળનારી ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રા નાં પ્રસાદ માટે ની સેવાનો પ્રારંભ..

બ્રહ્મ સમાજ નાં અબાલ,વૃદ્ધ સહિતના સેવાભાવી યુવાનો દ્વારા પ્રસાદ પેકીગ ની કામગીરી હાથ ધરવામાં આવી..

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં ભગવાન શ્રી પરશુરામજી ના મંદિર નું નવ નિમૉણ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી તા.૨૭ એપ્રિલ નાં રોજ શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ તા.૩ મેં નાં રોજ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પ્રસંગની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે.


આ ધાર્મિક પ્રસંગોની ઉજવણી ને યાદગાર બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત ભગવાન શ્રી પરશુરામજી પ્રાણપ્રતિષ્ઠા અને જન્મ જયંતી મહોત્સવ સમિતિ સહિતના ધમૅપ્રેમી નગરજનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


તો ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બનવા પાટણ બ્રહ્મ સમાજના અબાલ, વૃધ્ધ,ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનનાં સાનિધ્યમાં નવ નિમૉણ પામેલ શ્રી પરશુરામ ભગવાન નાં મંદિર પરિસર નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ સૌ પ્રથમ વખત શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે થી તા ૩ મેં નાં રોજ નિકળનારી ભગવાન શ્રી પરશુરામજી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા દરમિયાન ભકતજનો માં વિતરણ કરવામાં આવનાર પ્રસાદ નાં પેકીગ નું કામકાજ હાલમાં શ્રી જગદીશ મંદિર ખાતે પાટણ બ્રહ્મ સમાજ નાં સૌ પરશુરામજી ભક્તો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે

તો સેવા પ્રવૃતિ ને પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પણ સરાહનીય લેખાવી હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.