#PATAN : ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા દાતા પરિવારના સહયોગથી શિત જલધારા નો પ્રારંભ કરાયો..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રીએ આ સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી..

ઉનાળાની બળબળતી ગરમીમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અને હાઈવે માર્ગો પર ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી રહી છે તો અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પર્યાવરણના જતન માટે વિવિધ પ્રકારના વૃક્ષ ના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. બુધવારના રોજ પાટણ પદ્મનાભ ચાર રસ્તા ખાતે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્રારા અને દાતા પરિવાર અમરતભાઈ પટેલ (રાજપુર)ના સૌજન્યથી બનાવવામાં આવેલ શીત જલધારાને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવો નાં વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.


ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા દ્વારા દાતા પરિવારના સહયોગથી શહેરના પદ્મનાથ ચાર રસ્તા નજીક કાર્યરત બનાવાયેલ શીત જલધારા ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખાની સેવાકીય પ્રવૃતિને સરાહનીય લેખાવી દાતા પરિવાર ને આ સેવાકીય પ્રવૃત્તિ માં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવી સન્માનિત કયૉ હતાં.


શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા દાતાના સહયોગથી આરંભ કરાયેલી જલધારા આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે આશીર્વાદ સમાન બની રહેશે સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ પર્યાવરણ માટે વિવિધ પ્રકારના વૃક્ષ ના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.


ઉનાળાની બળબળતી ગરમી ને ધ્યાનમાં રાખીને ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા દાતા પરિવારના સહયોગથી ખુલ્લી મુકાયેલ શિત જલધારા ના આ સેવાકાર્ય પ્રસંગે મોટી સંખ્યામાં પરિષદના સભ્યો અને દાતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.