#RADHANPUR : રેફરલ હોસ્પિટલ નાં તબીબો અને સ્ટાફ દ્વારા દર્દી ને મળવા ગયેલા પત્રકાર ઉપર હુમલો કરાયો..

પત્રકાર એક્તા સંગઠન દ્વારા બનાવને વખોડી આવેદનપત્ર આપી રેફરલ હોસ્પિટલ નાં તબીબો અને સ્ટાફ સામે પગલાં ભરવા માંગ કરી..

પાટણ જિલ્લા નાં તાલુકા મથક રાધનપુર શહેર ની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ સંબંધીની ખબર અંતર પૂછવા ગયેલા પત્રકાર સાથે રેફરલ હોસ્પિટલ નાં તબીબો સહિત નાં સ્ટાફ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સજૉતા રાધનપુર નાં પત્રકારો માં તેના ધેરા પ્રત્યાઘાત પડયા છે અને આ મામલે પત્રકાર એક્તા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રેફરલ હોસ્પિટલ નાં તબીબો અને સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુરના પત્રકાર વિષ્ણુભાઈ ગતરોજ તેના સંબંધી દર્દીને મળવા રાધનપુર રેફરલ હોસ્પિટલમા ગયેલ તે સમયે કોઈ જૂની અદાવાત રાખી ડોક્ટરો અને તેના માણસોએ અચાનક ઉપરોક્ત પત્રકાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલા માં પત્રકાર ને ડો. હિતેશભાઈ એ ઓપરેશન માં ઉપયોગમાં લેવામાં આવતી બ્લેડ શરીરનાં ભાગે મારી હતી તો સ્ટાફ ના બીજા માણસો એ પત્રકાર નુ ગળુ દબાવી દીધું હતું.પત્રકારે પોતાનો જીવ બચાવવા બનાવની જાણ પોલીસ ને કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી પત્રકાર ને છોડાવ્યો હતો. અને પત્રકાર ને ગંભીર ઇજાઓ પહોંચી હોઈ તેણે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાવી પત્રકાર દ્વારા ડોક્ટરો અને તેમના સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરવા રાધનપુર પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.


રેફરલ હોસ્પિટલ નાં તબીબો અને સ્ટાફ દ્વારા પત્રકાર ઉપર કરાયેલા હુમલા નાં પગલે બુધવારના રોજ રાધનપુર પત્રકાર એકતા સંગઠન દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અને રેફરલ હોસ્પિટલના સતાધીશો ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


પત્રકાર ઉપર થયેલાં હુમલાના બનાવને એકતા સંગઠનના પ્રમુખ નાનજીભાઈ ઠાકોરે શખત શબ્દો માં વખોડી જણાવ્યું હતું કે આ હુમલાની ધટનાને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહિ લઈએ અને હુમલો કરનારાઓ સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય અને જો સત્વરે કાર્યવાહી નહિ કરવામાં આવે તો પત્રકાર એકતા સંગઠન દ્વારા પાટણ જિલ્લા નાં દરેક તાલુકે તાલુકે ન્યાય માટે આવેદનપત્ર આપવાની ચિમકી તેઓએ ઉચ્ચારી હતી.