ગુજરાત પોતાની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, કનેક્ટીવીટી, ઇકો સિસ્ટમથી વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યુ – CM

રિન્યુએબલ એનર્જી-આયુષ-આયુર્વેદ પદ્ધતિ-ફાર્માસ્યુટિકલ્સ અને ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની સંભાવના અંગે પરામર્શ થાઇલેન્ડ સાથે કરવામાં આવ્યો

ગુજરાત પોતાની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, કનેક્ટીવીટી વગેરેની ઇકો સિસ્ટમથી વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યુ છે તેમ ભૂપેન્દ્ર પટેલે આજે થાયલેન્ડ રાજદૂત સાથે વાતચીત બાદ જણાવ્યું હતું.     રિન્યુએબલ એનર્જી-આયુષ-આયુર્વેદ પદ્ધતિ-ફાર્માસ્યુટિકલ્સ અને ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની સંભાવના અંગે પરામર્શ થાઇલેન્ડ સાથે કરવામાં આવ્યો છે.    

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થાઇલેન્ડ એ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને ગુજરાત પણ સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા વિશ્વ પ્રવાસન કેન્દ્ર સહિત અનેક પ્રવાસન વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે તેની ભૂમિકા આપી ગુજરાત-થાઇલેન્ડ વચ્ચે ટુરિઝમ સેક્ટરને પ્રમોટ કરવા અંગે પણ ચર્ચાઓ કરી હતી.       

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી, GCTM જેવા અદ્યતન સંસ્થાનોમાં પણ થાઇલેન્ડના યુવાઓ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અભ્યાસ-સંશોધન માટે આવી શકે તેમ છે.    

મુખ્યમંત્રીએ ગુજરાત પોતાની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, કનેક્ટીવીટી વગેરેની ઇકો સિસ્ટમથી વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યુ છે તેમ પણ કહ્યું હતું.   જામનગરમાં સ્થપાનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન GCTM માં સહભાગીતા અને આયુષ પદ્ધતિના આદાન-પ્રદાન માટે થાઇલેન્ડની તત્પરતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની મુલાકાત બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી.