#ગુજરાત_સ્થાપના_દિવસ : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ને લઈને નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના રિફેશિગ ના કામો શરૂ કરાયા..

પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિત પાલિકા પ્રમુખ અને સતાધીશો ઉપસ્થિત રહ્યા..

ગુજરાત ના સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી ઐતિહાસિક નગરી પાટણ નાં આંગણે મહામહિમ રાજ્યપાલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ ની ઉપસ્થિતિ માં તા.૧ લી મે નાં રોજ કરવામાં આવનાર છે

ત્યારે આ ગૌરવ દિવસની ઉજવણી ને યાદગાર બનાવવા જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો પાટણ નગરપાલિકા દ્વારા પણ શહેરની સુવિધાઓ પરિપૂર્ણ કરવા રાત દિવસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

ત્યારે પાટણ નગરપાલિકાના બાંધકામ શાખા દ્વારા પાટણ ખાતે ગુજરાત રાજ્ય ના સ્થાપના દિનની ઉજવણી ને ધ્યાનમાં રાખીને બુધવારના રોજ શહેરના રેલ્વે ફાટક થી રાજમહેલ રોડ થઇને રેલ્વે સ્ટેશન અને મહાત્મા ગાંધીજી નાં બાવલા થી આનંદ સરોવર તેમજ ચાર રસ્તા, રેલવે ગરનાળા થી જનતા હોસ્પિટલ સુધી નાં નવિન રોડ નું રીફેશીંગ કામ નો પ્રારંભ ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ નાં પુર્વ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે ઐતિહાસિક નગરી પાટણ ખાતે જ્યારે રાજય કક્ષાનાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવનાર હોવાનું પાટણ વાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે ત્યારે આ ઉજવણી માં સહભાગી બનવા અને શહેરના બાકી વિકાસ કામો ને વેગવંતા બનાવવા ભાજપ શાસિત નગરપાલિકા સત્તાધિશો કટીબદ્ધ બની રાત દિવસ કામગીરી કરી રહ્યા છે

જે ખરેખર પ્રસંસનિય અને કાબેલે દાદ ગણાવી પાલિકા ટીમ ને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ સહિત નગર સેવકો,પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.