#ગુજરાત_સ્થાપના_દિવસ : પાટણ ખાતે મુખ્યમંત્રી ના હસ્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત કરોડો ના વિકાસ કાર્યો નું ઇ લોકાર્પણ અને ઇ ખાતમહુર્ત કરાશે.

330 કરોડના કામોનું ખાદ્યમહુર્ત અને 110 કરોડના કામોનું લોકાપર્ણ કરાશે..

યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે સ્થાપના દિન નો જાજરમાન સમારોહ યોજાશે..

ગુજરાતની પ્રાચીન રાજધાની પાટનગરના આગણે ગુજરાત ગૌરવ દિવસ ના 62 માં સ્થાપના દિનની ઉજવણી સંદર્ભે પાટણના યુનિવર્સિટી અને કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમો સંદર્ભે બુધવારે પત્રકારોને માહિતી આપવા જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે આગામી 1 મેના રોજ યોજાનાર ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે પાટણની વિવિધ એનજીઓ સંસ્થા દ્વારા જિલ્લા પ્રશાસનના આદેશ મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.


આ ઉપરાંત તારીખ 29 મી એપ્રિલના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આમ જનતા માટે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે પહેલી મેના રોજ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત અન્ય સચિવો સાથે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે સ્થાપના દિનનો જાજરમાન સમારોહ યોજાશે .
આ ઉપરાંત કરોડો રૂપિયાના વિકાસના કામોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમહુર્ત તેમજ સરસ્વતી ના ચોરમાર પુરા ખાતે નિર્માણ કરાયેલ સાયન્સ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તેમજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ અને શસ્ત્ર પ્રદર્શનનું રાજ્યપાલ અને મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે.ત્રણ દિવસ શહેરીજનો શસ્ત્ર પ્રદર્શન નિહાળી શકશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ગુલાટી,પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પૂર્વ મહા મંત્રી કે સી પટેલ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.