#PATAN_CITY : શ્રી પરશુરામ ભગવાન ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હજારો ભકતો સાથે રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લીધો…

સૌ ધર્મપ્રેમી નગરજનો સહિત રાજકીય આગેવાનોને મંદિર ટ્રસ્ટ દ્વારા આવકારી તા.3 જી મે એ નીકળનારી ભગવાન પરશુરામની શોભાયાત્રામા પધારવા નિમંત્રણ આપ્યું..

પાટણ શહેરના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બુધવારના પવિત્ર દિવસે ભગવાન શ્રી પરશુરામજીનાં મંદિરનો ભક્તિસભર માહોલમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.
આ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને મંદિર પરિસર ખાતે આયોજિત યજ્ઞનાં દશૅન પ્રસાદ માટે પાટણના હજારોની સંખ્યામાં ધમૅપ્રેમી નગરજનો ની સાથે સાથે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથ સાથે શ્રી પરશુરામજી ભગવાન નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.


શ્રી પરશુરામ ભગવાન મંદિર પરિસરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ભક્તો સહિત રાજકીય આગેવાનોનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા અને આગામી ત્રીજી મેના રોજ પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતેથી સૌપ્રથમવાર નીકળનારી ભગવાન શ્રી પરશુરામ જી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા માં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.