#PATAN_CITY : ભક્તિસભર માહોલ વચ્ચે ભગવાન શ્રી પરશુરામજી મંદિર પરિસરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો…

ગુજરાત ભરના વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે ૧૦૮ કળશના અભિષેક સાથે ભગવાન શ્રી પરશુરામજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી..

સપ્ત યજમાન પરિવારજનો એ પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞના યજમાન પદનો લ્હાવો લીધો..

ઐતિહાસિક અને ધર્મની નગરી એવા પાટણ શહેરમાં ભગવાનશ્રી જગન્નાથજીના સાનિધ્યમાં બ્રહ્મર્ષિઓના ઇષ્ટદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજી નુ મંદિર નિર્માણ જગન્નાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જ્યારે ભગવાનની મૂર્તિ સુઈગામ નિવાસી ડીવાયએસપી સુભાષભાઈ કે.ત્રિવેદી પરિવાર દ્વારા બનાવીને આપવાના આવેલ છે ત્યારે જગદીશ મંદિર પરિસર માં તારીખ ૨૭ એપ્રિલનાં રોજ ભગવાન શ્રી પરશુરામજીના ભક્તિ સભર કાર્યક્રમો વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાત ભરના વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે ૧૦૮ કળશના અભિષેક સાથે કરવામાં આવ્યો હતો.


શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પરશુરામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિર પરિસર ખાતે શ્રી પરશુરામજી ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

જેના યજમાન પદે કૈલાશબેન પિયુષભાઈ દેવેન્દ્ર પ્રસાદ આચાર્ય, ગાયત્રી બેન કૃપેશ કુમાર મહાસુખલાલ ત્રિવેદી,કવિતાબેન વિનોદભાઈ રવિશંકર જોષી, લતાબેન દુર્ગેશભાઈ અમૃતલાલ જોષી,ભૂમિકાબેન હિતેશભાઈ નવીનભાઈ રાવલ, રંજનબેન કંદપૅભાઈ દેવેન્દ્રભાઈ આચાર્ય અને રીનાબેન મયુરકુમાર ચુનિલાલ પટેલ પરિવારે લ્હાવો લીધો હતો. જ્યારે યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ વિદ્વાન બ્રાહ્મણો ભાલચંદ્રભાઈ ગોડસેજી કાશી
,રૂષિભાઈ ગોડસેજી વડોદરા, વિશ્વનાથ લીમકર નાસીક, કૌશિક દવે મહેસાણા,વિવેક શુક્લ મહેસાણા સહિત પાટણનાં ડો.અમિત ઓઝા,દિપક વ્યાસ,ચિરાગ સામવૈદી, કનુભાઈ શુકલ દ્વારા કરવામાં આવી હતી.


પાટણ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથ નાં સાનિધ્યમાં બિરાજમાન ભગવાન શ્રી પરશુરામજી મંદિર નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે શ્રી જગન્નાથ ભગવાનના નિજ મંદિરનાં નવ નિર્મિત ગભૅ ગૃહ નાં દાતા અ.સૌ.કૈલાશબેન પિયુષભાઈ આચાયૅ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ની પ્રતિમાની શુધ્ધી કરણ સ્થાપના અને ગભૅ ગૃહ માં ભગવાન શ્રી વિષ્ણુજી ની બે અલગ-અલગ સ્વરૂપમાં મૂર્તિ ની પુનઃ પ્રાણ્રતિષ્ઠા વિધી પણ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી.


પાટણના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે નવ નિમૉણ પામેલ શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિર પરિસર નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં સમાપન પ્રસંગે હજારોની સંખ્યામાં ધમૅપ્રેમી નગરજનો એ ઉપસ્થિત રહી ભગવાન શ્રી પરશુરામજી સહિત ભગવાન શ્રી જગન્નાથ નાં દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી પરશુરામજી ભગવાન નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ, પ્રવિણભાઇ બારોટ, કાંતિભાઈ પટેલ,હષૅદભાઈ રાવલ,બેબાભાઈ શેઠ, પ્રણવ રામી, રાજુભાઈ રાવલ, વિનુભાઇ પટેલ, અશોકભાઈ મોદી સહિત શ્રી પરશુરામજી ભગવાન પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ સહિતના સેવાભાવી આગેવાનો,યુવા કાર્યકર ભાઈ,બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.