#PATAN : જિગ્નેશ મેવાણી નાં સમથૅન માં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા જેલભરો આંદોલન ની ચિમકી આપી..

હારીજ ખાતે આયોજિત ધરણા પ્રદશૅન સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની કાનુની જોગવાઈઓનો દૂર ઉપયોગ કરીને આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલ અટકાયત ના પડધા સમગ્ર ગુજરાતમાં ગુઝયા છે અને જિગ્નેશ મેવાણી ને જેલ મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ ની આગેવાની હેઠળ પાટણ જિલ્લા નાં હારીજ ખાતે જિગ્નેશ મેવાણી નાં સમથૅન માં ધરણાં અને વિરોધ પ્રદર્શિત સાથે આવેદનપત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
પાટણ જિલ્લા કોગ્રેસ અનુસુચિતજાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા હારીજ ખાતે આયોજિત આ ધરણાં અને વિરોધ પ્રદર્શન સહિત મામલતદાર મારફતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ને આવેદનપત્ર આપવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન હસમુખભાઈ સક્સેના એ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વડગામ વિધાનસભા નાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા શાંતિ ની અપીલ માટે વડાપ્રધાને ટીવટ કરી તેને ભાજપ સરકાર નાં ઈશારે ગુનો દશૉવી આસામ પોલીસ દ્વારા રાતોરાત જિગ્નેશ મેવાણી ની અટકાયત કરી લોકશાહી નું ખુન કર્યું છે.

ત્યારે આસામ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણી ને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ સહિતના જવાનો અને કાર્યકર્તાઓ જેલ ભરો આંદોલન માટે પણ અચકાશે તેવી ચિમકી આપી હતી.
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હસમુખભાઇ સક્સેના,
હારીજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણજી ઠાકોર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, હારીજ તાલુકા પંચાયત ચેરમેન ભરતભાઈ પરમાર, પાટણ જિલ્લા પંચાયત સદસ્ય બળવંતજી ઠાકોર, લીલાજી ઠાકોર,ડો.ભગવાનભાઈ, અર્જુનસિહ, રમેશજી ઠાકોર,મદારસંગ, હરજીભાઈ,ધારસિજી ઠાકોર,અશોક પરમાર સહિત વિવિધ સમાજના આગેવાનો,
યુવાનો,હોદેદારો, ભીમબંધુ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.