ગ્રામ પંચાયતમાં તલાટીઓને વહીવટદાર તરીકે મુકવા માટે સરકારે કર્યો પરીપત્ર, 3 હજાર ગ્રામ પંચાયતોમાં મુકાશે

ખાસ કરીને ડીડીઓ તરફથી દરખાસ્ત મોકલાયા બાદ સરકારે તલાટીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપી છે. 

આગામી સમયમાં રાજ્ય સરકારના ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટીઓને વહીવટદાર તરીકે મુકવા માટે સરકારે પરીપત્ર જારી કર્યો છે, ખાસ કરીને 3 હજાર ગ્રામ પંચાયતોમાં તલાટીઓને વહીવટદાર તરીકે મુકાશે.
ખાસ કરીને ડીડીઓ તરફથી દરખાસ્ત મોકલાયા બાદ સરકારે તલાટીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપી છે. 

 કરવામાં આવેલા પરીપત્ર અનુસાર આગામી માટે એપ્રીલ-૨૦૨૨ થી જૂન-૨૦૨૨ સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતો તેમજ તાજેતરમાં વિભાજનથી અસ્તિત્વમાં આવેલ નવી ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ આ ગ્રામ પંચાયતોની નવેસરથી રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ-૨૭૮ હેઠળ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં, ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી-કમ મંત્રી ને વહીવટદાર તરીકે નિમણૂક કરવા આથી હુકમ કરવામાં આવે છે.

ખાસ કરીને આ કામ માટે રાજ્યના તમામ ડીડીઓ ને આ સંદર્ભે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા પોતાના જિલ્લામાં આવી કેટલીક ગ્રામ પંચાયતો છે અને તેમાં વહીવટદાર તરીકે કયા તલાટી નીમી શકાય તેમ છે, તેની વિસ્તૃત દરખાસ્ત માગી હતી.