#PATAN : ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા દર્દીઓને તેમજ આંગણવાડી ના બાળકોને પોષણ યુક્ત આહાર સાથે ફુટ વિતરણ કરવામાં આવ્યું..

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં આયોજિત સેવાકીય પ્રવૃત્તિ સરાહનીય બની..

ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તા. ૧ લી મે ૨૦૨૨ ના રોજ પાટણ ખાતે આયોજિત ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં ગુરૂવારના રોજ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ આંગણવાડી નાં બાળકોને પોષ્ટીક આહાર સાથે ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું.


પાટણ શહેરમાં અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉન્નતિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આયોજિત દર્દીઓને તેમજ આંગણવાડી નાં બાળકો ને પોષ્ટીક આહાર સહિત ફુટ વિતરણ નાં સેવા પ્રોજેક્ટની હોસ્પિટલ સ્ટાફ અને આંગણવાડી પરિવારે સરાહનીય લેખાવ્યો હતો.


ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રમુખ પરેશભાઈ મકવાણા સહિત તમામ પદાધિકારીઓ, મિત્રો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.